Western Times News

Gujarati News

ચૂંટણી વિશેષજ્ઞોએ વસાવવા જેવો છે આ ‘ઈલેક્શન એટલાસ ઓફ ઇન્ડિયા’નો અદ્યતન અંક

1952 ની પ્રથમ લોક્સભાથી માંડી વર્ષ 2019 ની 17 મી લોકસભા સુધીની માહિતી આ એટલાસમાં

ચૂંટણી વિશેષજ્ઞો, શિક્ષણવિદો, સંશોધનકર્તાઓ, વિદ્યાર્થીઓ, વગેરે માટે વસાવવા લાયક છે. ઇન્ડિયાસ્ટેટ (Indiastat) એ ‘ઈલેક્શન એટલાસ ઓફ ઇન્ડિયા’નો અદ્યતન અંક જારી કર્યો છે

આ એટલાસ સ્વતંત્રતા મળ્યા પછી, વર્ષ 1952 ની પ્રથમ લોક્સભાથી માંડી વર્ષ 2019 ની 17 મી લોકસભા અને જાન્યુઆરી વર્ષ 2022 સુધી છેલ્લામાં છેલ્લી સંસદીય ચૂંટણીઓની પ્રગતિ દર્શાવે છે.

આ ઈલેક્શન એટલાસમાં વિષયને લગતાં માનચિત્રો, ગ્રાફ, ચાર્ટ, સંક્ષિપ્ત વિવરણ, કોલાજ અને આંકડાની મદદથી સંસદીય ચૂંટણીઓના આંકડા અને તથ્યો રજુ કરવાનો પ્રયાસ કરાયો છે.

નવી દિલ્હી, ઇન્ડિયાસ્ટેટે આજે ઈલેક્શન એટલાસ ઓફ ઇન્ડિયા નામના પુસ્તકનું પ્રકાશન કર્યું. આ પુસ્તકનું સંપાદન અને પ્રકાશન ઇન્ડિયાસ્ટેટ (indiastat.com)ના સહ-સંસ્થાપક ડૉ. આર ઠુકરાલ દ્વારા કરાયું. પુસ્તકની એક પ્રતિ ડૉ. ઠુકરાલે આજે ભારતના મુખ્ય ચૂંટણી અધિકારીને ભેટમાં આપી.

વર્ષ 1952 થી વર્ષ 2019 સુધી બધી સંસદીય ચૂંટણીઓ પર વર્ષ દીઠ વ્યાપક વિવરણ પ્રસ્તુત કરતું આ પુસ્તક આ કક્ષામાં એક અનોખું પુસ્તક છે, જેમાં જાન્યુઆરી વર્ષ 2022 સુધીની છેલ્લામાં છેલ્લી વિગતો પણ સામેલ છે.

આ પ્રસંગે બોલતાં પુસ્તકના સંપાદક ડૉ. ઠુકરાલે જણાવ્યું કે ઈલેક્શન એટલાસ ઓફ ઇન્ડિયાની પ્રથમ આવૃત્તિ ખૂબ સફળ રહી, અમને અમારા વાચકો તરફથી ઉત્સાહજનક પ્રતિક્રિયા પણ મળી, જેને કારણે સામાન્ય ચૂંટણી વર્ષ 2019 પછી એની અદ્યતન આવૃત્તિ કાઢવાનો નિર્ણય લેવાયો.

તેમણે આગળ જણાવ્યું હતું કે ભારતમાં વર્ષ 2019 ની સામાન્ય ચૂંટણીમાં 912 કરોડ કરતાં વધુ મતદારો હતાં જે અમેરિકા અને પશ્ચિમ યુરોપની સંયુક્ત વસતી કરતાં પણ વધારે છે. છેલ્લા દશકા દરમિયાન સામાન્યચૂંટણીઓમાં ઝડપથી વિકસિત થતી ગતિશીલતા જોઇને ઈલેક્શન એટલાસ ઓફ ઇન્ડિયાની અદ્યતન આવૃત્તિ ભારતીય સંસદીય ચૂંટણીઓ વિષે એક અનિવાર્ય અને માહિતીસભર સંગ્રહ હશે.

વિશ્વ સ્તરની પ્રતિષ્ઠિત સંસ્થાનો જેવી કે યુનાઈતેદ નેશન ડેમોક્રેટિક ફંડ (UNDEF) એસોસીએશન ઓફ વર્લ્ડ ઈલેક્શન બોડીઝ(આ-WEB), કોમનવેલ્થ પાર્લામેન્ટરી એસોસીએશન (CPA), ઇન્ટરનેશનલ ઇન્સ્ટીટ્યુટ ફોર ડેમોક્રસી એન્ડ ઈલેકટોરલ આસિસ્ટન્સ (IDEA),

યુરોપિયન એસોસિએશન ઓફ પોલીટીકલ કન્સલ્ટન્ટસ (EAPC), અને હાર્વર્ડના રાજકીય વૈજ્ઞાનિક, પ્રોફેસર પપ્પા નોરિસ એ સૌએ ઇન્ડિયાસ્ટેટ (Indiastat.com) દ્વારા પ્રકાશિત ઈલેક્શન એટલાસ ઓફ ઇન્ડિયા ને વિદ્વાન અને સંશોધન સમુદાય માટે કરાયેલાં અમૂલ્ય ફાળા માટે પ્રશંસા પત્રો મોકલ્યા છે.

ઈલેક્શન એટલાસ ઓફ ઇન્ડિયા ભારતીય સંસદીય ચૂંટણીઓ વિષે માહિતીનું એક ક્રમબદ્ધ વ્યવસ્થિત પ્રકાશન છે. આ સિવાય એટલાસમાં બહેતર અને સરળ સમજણ માટે ઐતિહાસિક ફોટો કોલાજ, સંક્ષિપ્ત વિવરણ, વિષયગત માનચિત્રો,ગ્રાફ, ચાર્ટ વગેરેનો ઉપયોગ કરાયો છે.

આ પુસ્તકમાં પરીસીમન (Delimitation) પછી અને રાજ્યોનું પુનર્ગઠન કરાયું એ દરમિયાન પેટા ચૂંટણીઓ અને મતદાર ક્ષેત્રોમાં પરિવર્તન વિષે ઐતિહાસિક આંકડા પર પણ પ્રકાશ ફેંકવામાં આવ્યો છે. આ પુસ્તક માહિતીનું એક સમૃદ્ધ સાધન તેમજ શિક્ષણવિદો, સંશોધનકર્તાઓ,લોકતંત્રના અધીવાક્તાઓ અને ચૂંટણી કાર્યકર્તાઓ માટે ચૂંટણીના આંકડા સરળ રીતે સમજાવવાનો એક મહત્ત્વપૂર્ણ સ્રોત બની રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.