Western Times News

Gujarati News

વરુણનો મોટાભાઈ રોહિત બીજી વખત પિતા બન્યો.

 વરુણ ધવનના ઘરે નવા મહેમાનનું આગમન,રોહિત ધવન અને જાન્વીને પહેલા સંતાનમાં એક દીકરી છે અને હવે તેમના ઘરે પુત્રનો જન્મ થયો છે.

મુંબઈ, બોલિવુડ એક્ટર વરુણ ધવનના ઘરે નવા મહેમાનનું આગમન થયું છે. વરુણ ધવન કાકા બની ગયો છે. વરુણ ધવનનો મોટો ભાઈ રોહિત ધવન બીજી વખત પિતા બન્યો છે. વરુણ ધવનના ભાભી જાનવીએ દીકરાને જન્મ આપ્યો છે.રોહિત અને જાન્વીને પહેલું સંતાન દીકરી છે. રોહિત ધવનના દીકરાની તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી છે, જેમાં તે પોતાની માતાના ખોળામાં જાેવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ જાન્વીના બેબી શાવરની પાર્ટી વરુણ ધવનની પત્ની નતાશાએ રાખી હતી, જેમાં બોલિવુડમાંથી ગણ્યાં-ગાંઠ્‌યા લોકોને બોલાવાયા હતા.

આ પાર્ટીમાં અર્જૂન કપુર અને તેની બહેન અંશુલા પણ જાેવા મળી હતી. હવે બેબી સાથે આખા ધવન પરિવારની ઝલક ઈન્ટરનેટ પર ઘણી ચર્ચામાં છે. આ તસવીરમાં રોહિત ધવન અને જાન્વીની સાથે ડેવિડ ધવન પણ જાેવા મળી રહ્યા છે. જાન્વીના ખોળામાં તેનો દીકરો શાંતિથી સૂઈ રહેલો જાેવા મળી રહ્યો છે. આ તસવીર પર સોશિયલ મીડિયા યૂઝર્સ ધવન ફેમિલી પર અભિનંદનની વર્ષા કરી રહ્યા છે.

રોહિત અને જાન્વીએ લગ્ન પહેલા લગભગ ૭ વર્ષ એકબીજાને ડેટ કરી હતી.તે પછી તેમણે વર્ષ ૨૦૧૨માં લગ્ન કર્યા. બંનેને એક દીકરી નિયારા છે, જે તેના કાકા વરુણ ધવનની ઘણી લાડકી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.