મણિનગર સ્વામિનારાયણ મંદિર પાસે રીપેરીંગથી રહીશો પરેશાન
અમદાવાદ શહેરમાં વરસાદ બાદ હજુ પણ ઠેરઠેર ખાડા પડેલા નજરે પડી રહયા છે કેટલાક સ્થળો પર રસ્તા પણ તૂટી ગયા છે. કોર્પોરેશન હજુ પણ શહેરભરમાં આ કામગીરી પૂર્ણ કરી શકયુ નથી તસ્વીરમાં મણિનગર સ્વામિનારાયણ મંદિર પાસે પડેલો ખાડો ને રીપેરીંગ કરવાની કામગીરી ચાલી રહી છે. જેને લીધે આસપાસ રહેતા લોકોને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે. ખાસ કરીને સાંજના સમયે ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાય છે. (તસ્વીરઃ- જયેશ મોદી)
અમદાવાદમાં વરસાદ બાદ રસ્તાઓની સ્થિતિ બદતર થઈ ગઈ છે. મુખ્ય રસ્તાઓને બાદ કરતાં મુખ્ય રસ્તાને સાંકળતા અંદરના રોડોની હાલત કફોડી બની ગઈ છે. આ ઉપરાંત છાશવારે કોર્પોરેશન અને અન્ય કંપનીઓ દ્વારા કોઈક ને કોઈક કારણોસર રસ્તા ખોદી કઢાતા હોય છે તેવા સમયે ટ્રાફિક જામની પરિસ્થિતિ પણ સર્જાય છે. લોકોને પડી રહેલી પારાવાર મુશ્કેલીઓ સત્તાધીશોને નજરે ચઢતી નથી.