Western Times News

Gujarati News

બેટ ઉપર રહેતા ખેડૂતોની વસ્તીગણના કરી જમીન હકો અને મીઠા જળ ઉપલબ્ધ કરાવવા માંગ

અંકલેશ્વરના ધંતુરિયા બેટ પર વસતા જંગલી પ્રાણીઓની વસ્તી ગણતરી સાથે મીઠું પાણી ઉપલબ્ધ કરાવવા મુખ્યમંત્રી સહિત વિવિધ વિભાગોમાં રજુઆત.

જંગલી રાણી ગાય, સાંઢ, જંગલી કૂતરાં, શિયાળ, રોઝ, નીલગાય, ઝરખ, દીપડા, સાપ, અજગર સહિતના જીવોના પાણી ખારા થતા કે સુકાઈ જતા નિપજતા મોતની કેફિયત.

મુખ્યમંત્રી, CPCB, GPCB, અધિક મુખ્ય સચિવ, HoFF, ભરૂચ કલેકટર અને વન વિભાગને મેઈલ થકી આવેદન અપાયું.

(વિરલ રાણા) ભરૂચ,ભરૂચ જીલ્લાના અંકલેશ્વર તાલુકાના ઘંતુરિયા ગામે નર્મદા નદીમાં આવેલા ઘંતુરિયા બેટ પર જીવતા જંગલી વન્ય જનાવરોની વસ્તી ગણતરી કરવા અને તેમના માટે પીવાના મીઠ્ઠા પાણીની વ્યવસ્થા કરવા સરકાર, CPCB, GPCB, અધિક મુખ્ય સચિવ, ભરૂચ કલેકટર, વન વિભાગને મેઈલ મારફતે સમસ્ત ભરૂચ જિલ્લા માછી સમાજના પ્રમુખે રજુઆત કરી છે.અંકલેશ્વર તાલુકાના ઘંતુરિયા અને ભરૂચના વડવાની વચ્ચેથી વહેતી નર્મદા નદીના વહેણની વચ્ચે CRZ વિસ્તારમાં કેટલાય હેક્ટરનો ઘંતુરિયા બેટ આવેલો છે.આ ઘંતુરિયા બેટ પર મોટી સંખ્યામાં ગરીબ ખેડૂતો 50 વર્ષો ઉપરાંતથી ખેતી કરીને પોતાના પરીવારનું જીવન નિર્વાહ કરી રહેલા છે.

ઘંતુરિયા બેટ ઉપર ઘણી સંખ્યામાં જંગલી રાણી ગાય અને સાંઢ આવેલા છે. બેટ પર જંગલી કૂતરાં, શિયાળ, રોઝ, નીલગાય, ઝરખ, દીપડા, સાપ, અજગર અને બીજી જાતિના અન્ય જંગલી વન્ય જાનવરો આવેલા છે. આ જાનવરો ધનતુરિયા બેટની વનરાજીમાં પોતાનું જીવન જીવી રહેલા છે અને જ્યારે જ્યારે નર્મદા નદીના પાણી આ વિસ્તારમાં લાંબા સમય સુધી ખારા થઈ જાય છે, ત્યાંરે ત્યારે મિઠ્ઠા પાણીની અછતને કારણે તરસથી તડપી તડપીને મોટી સંખ્યામાં મરી પણ રહ્યા છે.
આ જંગલી જાનવરો ઘંતુરિયા બેટ ઉપર પોતાનું અસ્તિત્વ ટકાવી શકેલા છે અને પોતાનો વિસ્તાર અને સંખ્યામાં ઘણો મોટો વધારો કરવામાં સફળ રહેલા છે.

બેટ પર વસેલા સેંકડો ખેડૂતો, તેમના લહેરાતા ખેતરો અને ઘંતુરિયા બેટમાં વસેલા જંગલી પ્રાણીઓ એકબીજાના પૂરક બનેલા છે. વર્તમાન સમયમાં જ્યારે વન, જંગલો ઘટી રહ્યા છે તથા જંગલી જાનવરોના રહેવાનો વિસ્તાર ઘટી રહ્યો છે, ત્યારે આ ઘંતુરિયા બેટ અને તેમાં વસતા જંગલી જાનવરોની જાળવણી રાખવી ખૂબ જરૂરી છે અને વર્તમાન સમયની લોકોની આ માંગ પણ છે.જેથી કરીને આ ઘંતુરિયા બેટ પર વસતા ખેડૂતો અને જંગલી પ્રાણીઓની વસ્તી ગણતરી કરી ઘંતુરિયા બેટ પર જીવતા હજારો જંગલી જાનવરોની વસ્તી ગણતરી કરીને તેમના માટે તથા ખેડૂતો માટે પીવાના મીઠ્ઠા પાણીની વ્યવસ્થા કરવી તાત્કાલિક ધોરણે ખૂબ જરૂરી છે.

ઘંતુરિયા બેટનો જંગલી પ્રાણીઓની રહેવાનો વિસ્તાર અને હજારોની સંખ્યામાં આવેલા જંગલી પ્રાણીઓનું જીવન બચાવી શકાય, ટકાવી શકાય અને પર્યાવરણ જીવસૃષ્ટિ બચાવી શકાય, તેવા આશયથી ભરૂચ જિલ્લા સમસ્ત માછી સમાજના પ્રમુખ કમલેશ મઢીવાલાએ સરકારમાં મેઈલ કરી આવેદનપત્ર આપીને ઘંતુરિયા બેટ સંબંધિત ઘટતું કરવા માંગણી કરી છે.બેટ ઉપર વસતા વન્ય જીવો અને ખેડૂતો માટે કઈ રજૂઆતો કરાઈ.

◆ ઘંતુરિયા બેટ પર વસતા જંગલી વન્ય રાણી ગાય, જંગલી સાંઢ, જંગલી કૂતરાં, શિયાળ, રોઝ, નીલગાય, ઝરખ, દીપડા, સાપ, અજગર અને બીજી જાતિના જંગલી વન્ય જનાવરોની તેમની જાતિ મુજબ વસ્તી ગણતરી કરવામાં આવે.
◆ ઘંતુરિયા બેટ પર વસતા જંગલી જાનવરો માટે પીવાના મીઠ્ઠા પાણીની વ્યવસ્થા કરવામાં આવે.
◆ ઘંતુરિયા બેટ વિસ્તાર જે CRZ વિસ્તારમાં આવેલો હોય, ત્યાંની જીવસૃષ્ટિનું પર્યાવરણનું CRZ તથા વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એકટ, વન સંરક્ષણ અધિનિયમ મુજબ તથા નૈતિક જવાબદારીના ભાગરૂપે ત્યાં વસતા જાનવરોનું રક્ષણ કરવાના પગલાં લેવામાં આવે.
◆ ઘંતુરિયા બેટ પર વસતા ખેડૂતોની વસ્તી ગણતરી અને ખેડાણમાં આવેલા ખેતરોની તેમના નામે માપણી કરવામાં આવે અને જમીન ખેડૂતોના નામે કરવામાં આવે.
◆ ખેડૂતો માટે પીવાના મીઠ્ઠા પાણીની વ્યવસ્થા કરવામાં આવે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.