Western Times News

Gujarati News

25 ટાંકા લઈને 1962 એનિમલ હેલ્પલાઇન દ્વારા ઇજાગ્રસ્ત ગાયનો જીવ બચાવાયો

1962 એનિમલ હેલ્પલાઇન દ્વારા માર્ગ અકસ્માતમાં ઇજા પામેલ ગાયને તાત્કાલિક ધોરણે સારવાર પૂરી પાડી જીવ બચાવાયો

ઘાયલ-બીમાર પશુ-પંખીઓના જીવ બચાવવા માટે ગુજરાત સરકારની એનિમલ હેલ્પલાઇન-1962 સતત તત્પર રહેતી હોય છે અને કૉલ મળતાં જ તાત્કાલિક સારવાર માટે પહોંચી જતી હોય છે.

અમદાવાદ જિલ્લામાં 1962 – એનિમલ હેલ્પલાઇનની પ્રશંસનીય કામગીરીનો વધુ એક કિસ્સો તાજેતરમાં બહાર આવ્યો છે.

બાવળા નજીક હાઇવે પર એક ગાય ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયાનો ઇમરજન્સી કૉલ 1962 પર મળતાં જ એનિમલ હેલ્પલાઇન, અમદાવાદની ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને ત્વરીતપણે સારવાર શરૂ કરી દીધી હતી. અકસ્માતને કારણે ગંભીર રીતે ઇજાગ્રસ્ત ગાયને સ્થળ પર જ તરત સારવાર મળતાં તેનો જીવ બચાવી શકાયો હતો.

1962 – એનિમલ હેલ્પલાઇન અમદાવાદની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર બાવળા નજીક હાઇવે પર ગંભીર રીતે ઇજા પામેલ ગાય અંગે ઇમરજન્સી કોલ મળતાં ડૉ. નસરીન ટીમ સાથે પહોંચી ગયાં હતાં. ડૉ. નસરીનના જણાવ્યા પ્રમાણે ગાયના ગાળાના ભાગમાં મોટી ઇજા પહોંચતાં ૨૫ જેટલા ટાંકા લેવાની જરૂર પડી છે. 25 ટાંકા લઈને ગાયનો જીવ બચાવી લેવાયો છે.

1962 – એનિમલ હેલ્પલાઇન એ તદ્દન મફતમાં સેવા આપે છે. પક્ષીઓ-પ્રાણીઓને ગંભીર ઈજાના કિસ્સામાં તાત્કાલિક સારવાર પહોંચાડીને તેમનો જીવ બચાવવા પ્રયત્નશીલ રહે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.