શ્રી રઘુવંશી ઉચ્ચ શિક્ષીત ઉમેદવારો માટે 19 મો પરીચય મેળો યોજાયો

Ø અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના-રાજકોટ દ્વારા આયોજિત મનુભાઈ મીરાણી સંચાલિત ‘શ્રી રઘુવંશી વેવિશાળ માહિતી કેન્દ્ર (નિઃશુલ્ક)’ ના ઉપક્રમે રઘુવંશી યુવક-યુવતીઓ માટે ઓનલાઈન ‘શ્રી રઘુવંશી હાઈ એજયુકેટેડ (ઉચ્ચ શિક્ષીત) ઉમેદવારો માટે 19 મો પરીચય મેળો યોજાયો.
Ø સમગ્ર ભારતભરમાંથી અંદાજે 160 લગ્નોત્સુક રઘુવંશી યુવક-યુવતીઓ ભાગ લીધો.
રઘુવંશી સમાજનાં વરિષ્ઠ સમાજ સેવક મનુભાઈ મીરાણી દ્વારા 24 વર્ષથી લોહાણા સમાજનાં લગ્નોત્સુક યુવક-યુવતીઓ માટે નિઃશુલ્ક ‘રઘુવંશી વેવિશાળ માહિતી કેન્દ્ર’ દર રવિવારે, લોહાણા મહાજન વાડી, સાંગણવા ચોક, રાજકોટ ખાતે ચલાવવામાં આવે છે. અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના-રાજકોટ દ્વારા મનુભાઈ મીરાણીના માર્ગદર્શનમાં રઘુવંશી યુવક-યુવતીઓ માટે ઓનલાઈન ‘શ્રી રઘુવંશી હાઈ એજયુકેટેડ (ઉચ્ચ શિક્ષીત) ઉમેદવારો માટે 19 માં ‘પરીચય મેળા’ નું આયોજન કરાયું હતું.
ભારતમાં વસતા લોહાણા સમાજનાં લગ્નોત્સુક યુવક-યુવતીઓને અનુકૂળ પાત્ર મળી રહે તેવા શુભ હેતુથી ઓનલાઇન પરિચય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઓનલાઈન પરીચય મેળામાં સમગ્ર ભારતભરમાંથી અંદાજે 160 લગ્નોત્સુક રઘુવંશી યુવક-યુવતીઓ ભાગ લીધો હતો.
સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છનાં લાખો રઘુવંશીઓનાં શૈક્ષણીક, મેડીકલ, સુરક્ષા, સેવાકીય સહીતનાં ક્ષેત્રોમાં પ્રગતી માટે એક દશકાથી વધારે સમયથી જુનાગઢના ડેપ્યુટી મેયર અને અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેનાનાં અધ્યક્ષ ગિરીશભાઈ કોટેચાનાં માર્ગદર્શનમાં અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના સેવારત છે. યુવક-યુવતીઓ ‘લગ્ન પહેલા થેલેસેમીયા ટેસ્ટ’ અચુક કરાવે અને તેના થકી આગામી વર્ષોમાં ‘થેલેસેમીયા મુકત રઘુવંશ,
થેલેસેમીયા મુકત સમાજ’ બને, તથા કુમળા ફુલ જેવા બાળકો મોતના મુખમાં જતા અટકે તેવા ઉમદા, પવિત્ર આશયથી હવેથી થેલેસેમીયા ટેસ્ટ કરાવ્યો હોય તેને જ નિઃશુલ્ક શ્રી રઘુવંશી વેવિશાળ માહીતી કેન્દ્ર માં પ્રવેશ અપાઈ રહયો છે. વેવિશાળ માહિતી-માર્ગદર્શન અપાય છે. આ નિયમનું અત્યંત કડક અમલીકરણ કરાઈ રહયું છે.
અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના-રાજકોટ દ્વારા આયોજિત નિઃશુલ્ક ઑનલાઇન પરિચય મેળાના માધ્યમથી દરેક ઉમેદવારને પોતાનું મનપસંદ પાત્ર મળી જાય તેવી મનુભાઈ મીરાણી, મિતલ ખેતાણી, સંજય કક્કડ, જયેશ ઠક્કર, નીતિન રૂપારેલિયા, દિલીપ કુંડલિયા, કિરણ ધામેચા, દિલીપ કુંડલિયા,રાજેશ કારીયા સહિતની ટીમે શુભેચ્છા પાઠવી હતી. વિશેષ માહિતી માટે મનુભાઈ મીરાણી (મો.94284 66663) પર બપોરે 12-00 થી 01-00 દરમ્યાન સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.