2 ડિસેમ્બર, 2021ના રોજ લોન્ચ થશે આ અદ્યતન ‘મેડ ઇન ઇન્ડિયા’ સ્કૂટર
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/11/Bounce-Infinity_scooter-1024x727.jpg)
પ્રતિકાત્મક
આતુરતાનો અંતઃ અદ્યતન બાઉન્સ ઇન્ફિનિટી 02 ડિસેમ્બર, 2021ના રોજ સત્તાવાર રીતે પ્રસ્તુત થશે
બેંગાલુરુ, ભારતની પ્રથમ સ્માર્ટ મોબિલિટી સોલ્યુશન કંપની બાઉન્સ 02 ડિસેમ્બર, 2021ના રોજ એનું પ્રથમ કન્ઝ્યુમર ઇલેક્ટ્રિક સ્કૂટર બાઉન્સ ઇન્ફિનિટી પ્રસ્તુત કરશે. ખરીદી માટે બુકિંગ એ જ દિવસે શરૂ થશે અને આગામી વર્ષની શરૂઆતમાં ડિલિવરી શરૂ થશે. આ અદ્યતન ‘મેડ ઇન ઇન્ડિયા’ સ્કૂટર રૂ. 499ની સાધારણ રકમ પર બુક કરી શકાશે.
‘બેટરી એઝ એ સર્વિસ‘નો વિકલ્પ ભારતીય બજારમાં પ્રથમ પ્રકારનો છે, જેમાં ગ્રાહકો બેટરી વિના વાજબી કિંમતે બાઉન્સ ઇન્ફિનિટી ખરીદવાનો વિકલ્પ ધરાવે છે અને બાઉન્સના વિસ્તૃત બેટરી સ્વેપિંગ નેટવર્કનો ઉપયોગ કરી શકે છે. ગ્રાહકોને બાઉન્સના સ્વેપિંગ નેટવર્કમાંથી સંપૂર્ણપણે ચાર્જ થયેલી બેટરી સાથે ઉતરી ગયેલી બેટરી એક્સચેન્જ કરવાના સમયે બેટરી સ્વેપ કરવા માટે જ ચુકવણી કરવી પડશે.
ગ્રાહકો બેટરી પેક સાથે આ સ્માર્ટ ઇલેક્ટ્રિક સ્કૂટરની ખરીદી કરવાનો વિકલ્પ પણ ધરાવશે. બાઉન્સ ઇન્ફિનિટીને સ્માર્ટ, રિમૂવેબલ લિ-આયન બેટરી પર ગર્વ છે, જે ગ્રાહકોને તેમની સુવિધા અને જરૂરિયાત મુજબ બેટરી રિમૂવ કરીને ચાર્જ કરવા સક્ષમ બનાવશે.
બાઉન્સે વર્ષ 2021માં આશરે 7 મિલિયન ડોલરના મૂલ્ય પર થયેલી એક ડિલમાં 22મોટર્સમાં 100 ટકા હિસ્સો ખરીદ્યો હતો. આ ડિલના ભાગરૂપે બાઉન્સે રાજસ્થાનના ભિવંડીમાં એના ઉત્પાદન પ્લાન્ટ અને એની બૌદ્ધિક સંપદા એક્વાયર કરી હતી. અદ્યતન પ્લાન્ટ દર વર્ષે 180,000 સ્કૂટરનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે. ભારતીય બજારની સંભાવનાને ધ્યાનમાં લઈને કંપની દક્ષિણ ભારતમાં વધુ એક પ્લાન્ટ સ્થાપિત કરવાની યોજના ધરાવે છે. બાઉન્સે આગામી એક વર્ષમાં ઇવી બિઝનેસમાં 100 મિલિયન ડોલરનું રોકાણ કરવા ફંડ અલગ રાખ્યું છે.