સુરતના ઉંભેળ નજીક યુવકને આંતરીને 2.19 લાખની લૂંટ
સુરત, સુરત જિલ્લાના કામરેજના પરબ ગામે આવેલી ઓમ ઈન્ડસ્ટ્રીઝમા મોબાઈલ રિપેર, રિચાર્જ તેમજ મની ટ્રાન્સફર કરતા દુકાનદારને ઉંભેળ નજીકના જાહેર માર્ગ પર કેટીએમ અને હોન્ડા બાઈક પર આવેલા ચાર અજાણ્યા યુવકો ર.૧૯ લાખની રોકડ રકમ ભરેલી બેગ સહિત ૩૦ હજારની કિંમતના મોબાઈલની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.
કામરેજના પરબ ગામની ઓમ ઈન્ડસ્ટ્રીઝ ખાતેના પ્લોટ નંબર ૧પ૪, ૧પ૬માં આગેલી દુકાન નંદર ૧રમા મૂળ રાજસ્થાનના વતની રાણારામ ઓખારામ રબારી છેલ્લા પાંચ વર્ષથી મોબાઈલ રિચાર્જ, રિપેર તેમજ મની ટ્રાન્સફરનો વ્યવસાય કરે છે.
ગત ૬થી સ્પટેમ્બર રાત્રીના ૯ વાગ્યા આસપાસ રાણારામ મની ટ્રાન્સફર વ્યવસાય સાથે જાેડાયેલા અને વરેલી ખાતે રહેતા જેરામભાઈ નામના વ્યક્તિને આપવાના મની ટ્રાન્સફરની ર.૧૯ લાખની રોકડ રકમ તેમની પાસે રહેલી બેગમાં ભરી રાત્રીના ૯ વાગ્યા આસપાસ તેમની બાઈક નંબર પર લઈને પરબથી નીકળી ઉંભેળ પાસેથી પસાર થઈ રહ્યા હતા.
ત્યારે ઉંભેળના ધાંધિયા ફાળિયા નજીક તેમની બાઈક બંધ પડતાં રાણારામ બાઈકને ધક્કો મારી જઈ રહ્યા હતા ત્યારે કેટીએમ એન બે હોન્ડા બાઈક પર સવાર ર૦થી રપ વર્ષીય ઉંમરનાચાર અજાણ્યા યુવકો નજીક આવી તેમની પાસે રહેલી ર.૧૯ લાખની રોકડ રકમ ભરેલી બેગ સહિત તેમના ખીસામાંથી એપલ ફોન કિંમત રૂા.૩૦ હજારનો મળી કુલ રૂા.ર.૪૯ લાખની લૂંટ ચલાવી હતી.