જોશીમઠ અને આસપાસના વિસ્તારોમાં દર વર્ષે ૨.૫ ઈંચ બેસી રહી છે જમીન

નવી દિલ્હી, ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ રિમોટ સેન્સિંગ દ્વારા બે વર્ષના એક રિસર્ચમાં સામે આવ્યું કે, જાેશીમઠ અને તેની આસપાસના વિસ્તારોમાં દર વર્ષે ૬.૫ સેમી કે ૨.૫ ઈંચના દરથી જમીન બેસી રહી છે. દહેરાદૂન સ્થિતિ સંસ્થા દ્વારા સેટેલાઈટ ડેટાનો ઉપયોગ કરતા આ રિસર્ચ કરવામાં આવ્યું છે.
જાેશીમઠમાં હાલ અનેક ઘરોમાં તિરાડો પડ્યા બાદ દેશભરમાં તેની ચર્ચા થઈ રહી છે અને સરકાર દ્વારા લોકોને સુરક્ષિત બચાવા માટે અનેક પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે.
આ તિરાડો માટે જાેશીમઠના સ્થાનિક લોકોએ નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન કે એનટીપીસીની તપોવન યોજનાને જવાબદાર ઠેરવ્યા છે. જુલાઈ ૨૦૨૦થી માર્ચ ૨૦૨૨ સુધી એકત્ર કરવામાં આવેલી સેટેલાઈટ તસવીરોથી સામે આવ્યું કે, સમગ્ર વિસ્તાર ધીરે ધીરે બેસી રહ્યો છે. સેટેલાઈટ તસવીરમાં લાલ બિંદુઓ બેસી રહ્યા હોય એવા ભાગને દર્શાવે છે.
આ ડેટાથી સામે આવ્યું કે, આ લાલ બિંદુઓ આખી ઘાટીમાં ફેલાયેલા છે અને માત્ર જાેશીમઠ પૂરતા જ સિમિત નથી. બીજી તરફ, ક્ષતિગ્રસ્ત ઈમારાતોને તોડી પાડવાની કાર્યવાહી મંગળવારે થઈ શકી નહોતી. હોટલના માલિકો દ્વારા સરકારની આ કાર્યવાહીનો સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. હોટલના સંચાલકો આ કાર્યવાહીને લઈ વળતરની માગણી કરી રહ્યા છે.
વિરોધ પ્રદર્શન બાદ તંત્રએ ર્નિણય લીધો કે જે ઘરો અને હોટલોમાં તિરાડો પડી છે તેને તોડી પાડવા માટે બુલડોઝરનો ઉપયોગ કરવામાં નહીં આવે. તોડી પાડવાની પ્રક્રિયા મેન્યુઅલી કરવામાં આવશે. પ્રાપ્ત રિપોર્ટ મુજબ, તંત્ર વન ટાઈમ સેટલમેન્ટ પ્લાન પર પણ વિચાર કરી રહી છે. સરકારે મકાનોને તોડી પાડવા માટે યોગ્ય યોજના બનાવવા માટે સીબીઆરઆઈની એક ટીમ બોલાવી છે.
મહત્વનું છે કે, જાેશીમઠમાં અત્યાર સુધીમાં ૭૩૧ ઘરોમાં તિરાડો પડી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે સોમવારે માઉન્ટ વ્યૂ અને માલારી ઈન હોટલોનો તોડી પાડવાનો ર્નિણય લીધો હતો. આ બંને હોટલોમાં મોટી સંખ્યામાં તિરાડો પડી ગઈ છે અને બંને એકબીજા તરફ નમી પણ ગઈ છે.
જેનાથી તેની આસપાસમાં આવેલી ઈમારતો પર સંકટ તોળાયુ છે. આ વિસ્તારોમાં બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે અને હોટલોની આસપાસના મકાનોમાં વીજળીનો પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે. જેનાથી લગભગ ૫૦૦ ઘરો વીજ તંગીનો સામનો કરી રહ્યા છે.
આ દરમિયાન જાેશીમઠના લોકો ઘરમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા હોવાથી અત્યાર સુધીમાં ૬૦૦ પરિવારનો અસ્થાયી રાહત કેન્દ્રોમાં ખસેડવામાં આવ્યા છે. તો જાેશીમઠમાં તિરોડા પડવાની અને જમીન બેસી જવાથી પ્રભાવિત થયેલા ઘરોની સંખ્યા ૭૨૩ થઈ ગઈ છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના ચમોલી યુનિટે મંગળવારે એક બુલેટિનમાં આ જાણકારી આપી હતી.
આ વિસ્તારમાં ૮૬ ઘરોને અસુરક્ષિત જાહેર કરવામાં આવ્યા છે. જિલ્લા તંત્રએ આવા ઘરોની બહાર લાલ ચિહ્નો પણ લગાવ્યા છે. માલારી ઈનના માલિક ઠાકુર સિંહે કહ્યું કે, મને સવારે પેપર વાંચ્યા બાદ આ વાતની ખબર પડી. કોઈ પણ જાતની નોટિસ આપવામાં આવી નથી. જાે સરકારે મારી હોટલને અસુરક્ષિત સમજી છે તો તેને તોડવાના ર્નિણય લેતા પહેલાં વન ટાઈમ સેટલમેન્ટ યોજના લાવવી જાેઈતી હતી.SS1MS