Western Times News

Gujarati News

બોગસ પાવર ઓફ એટર્ની બનાવી 2.92 કરોડની ફાયનાન્સ કંપનીમાંથી લોન મેળવવામાં આવી હતી

સુરતના ગર્ભશ્રીમંત પરિવારનો ચોંકાવનારો કિસ્સો-લોન રિકવરીની નોટિસ મળ્યા બાદ ઘર વેર વિખેર થયું

(એજન્સી) સુરત, સુરત શહેરના જાણીતા અને મોટું નામ ધરાવતા લાલભાઈ કોન્ટ્રાક્ટર પરિવારનો વિવાદ સામે આવ્યો છે. પરિવારના સભ્ય કનૈયાલાલ કોન્ટ્રાક્ટર પર આરોપ છે કે તેમના જ ભાઈ, ભાભી અને માતાના નામનો બોગસ પાવર ઓફ એટર્ની બનાવી પેઢીની ઓફિસ પર ૨.૯૨ કરોડની લોન લેવામાં આવી છે. જે લોનના બાકી નીકળતા ૬૭ લાખની ભરપાઈ નહિ કરતા ફાયનાન્સ કંપનીએ રિકવરી માટે મિલકત ટાંચમાં લેવા નોટિસ પાઠવી છે.

જે નોટિસ આવતાની સાથે જ પરિવારના સભ્યો ચોંકી ઉઠ્‌યા અને આ મામલે આર્થિક ગુન્હા નિવારણ શાખા ઇકો સેલમાં ફરિયાદ આપતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે. મહત્વનું છે કે ફરિયાદી નૈના બેનના પતિ હેમંત કોન્ટ્રાક્ટરનું હાર્ટ એટેકના કારણે મોત થયા બાદ પરિવારના સભ્યોને ધાકધમકીઓ આપવામાં આવતી હોવાના આક્ષેપ પણ કરાયો. સુરતમાં લાલભાઈ કોન્ટ્રાક્ટર પરિવાર શહેરમાં મોટું નામ ધરાવે છે.

શહેરમાં જાણીતા લાલભાઈ કોન્ટ્રાક્ટર પરિવારનો વિવાદ સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મથકે પોહચ્યો છે. જ્યાં પરિવારના જ સભ્ય દ્વારા ભાઈ, ભાભી અને માતાના નામે બોગસ પાવર ઓફ એટર્ની બનાવી પેઢીની ઓફિસ પર ૨.૯૨ કરોડની ફાયનાન્સ કંપનીમાંથી લોન મેળવવામાં આવી હતી. જે અંગેની ફરિયાદ ઇકો સેલમાં નોંધાઈ છે.
આ મામલે સ્વર્ગવાસ હેમંત કોન્ટ્રાક્ટરના પત્ની નયનાબેન કોન્ટ્રાક્ટર દ્વારા પોતાના જેઠ કનૈયાલાલ કોન્ટ્રાક્ટર સામે ઇકો સેલમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

નયનાબેન કોન્ટ્રાક્ટર દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, સુરતના ઘોડ દોડ રોડ સ્થિત તેમની આરડીએસ પેઢી આવેલી છે. જે પેઢીમાં તેમના સ્વર્ગવાસ પતિ હેમંત કોન્ટ્રાક્ટર, તેમના જેઠ કનૈયાલાલ કોન્ટ્રાક્ટર, માતાનું નામ શામેલ છે. નયનાબેન કોન્ટ્રાક્ટરના પતિ હેમંત કોન્ટ્રાક્ટરનું હાર્ટ એટેકના કારણે મોત નિપજ્યું હતું. જે બાદ કનૈયાલાલ કોન્ટ્રાક્ટર દ્વારા માતા, ભાઈ અને

તેમના નામનો બોગસ પાવર ઓફ એટર્ની બનાવી ઘોડ દોડ રોડ સ્થિત પેઢીની ઓફિસ પર ૨.૯૨ કરોડની બજાજ ફાયનાન્સમાંથી લોન મેળવવામાં આવી હતી. જે લોનના બાકી નીકળતા ૬૭ લાખની રકમ ભરપાઈ ન કરતા રિકવરીનો નોટિસ આવી હતી. નોટિસ આવતા જ આ બાબતની જાણ નયનાબેનને થઈ હતી. જ્યાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે,

તેમના જ જેઠ દ્વારા તેમનો અને તેમના સ્વર્ગવાસ પતિ સહિત માતાની બોગસ સહી કરી પાવર ઓફ એટર્ની બનાવવામાં આવી હતી.વર્ષ ૨૦૨૧માં આ બાબતની જાણ નયનાબેન અને તેમના પરિવારને થઈ હતી. જ્યાં જે તે સમયે ઘરના મોટા સભ્ય હોવાથી વાટાઘાટથી સમસ્યાનું સમાધાન લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ પતિ હેમંત ભાઈ કોન્ટ્રાક્ટરના સ્વર્ગવાસ પછી કનૈયાલાલ દ્વારા દબાણ બનાવવાનો પ્રયાસ શરૂ કરાયો હતો.

તેવા આક્ષેપ નયનાબેન દ્વારા ઇકો સેલમાં નોંધાવવામાં આવેલ ફરિયાદમાં જણાવી હતી. ત્યાં સુધી કે ઘરની બે દીકરીઓને પણ ક્રિકેટ એસોસિયેશનની ખુરશી છોડી દેવા માટે દબાણ કરી રૂપિયા ૨૫ કરોડની માંગણી કરવામાં આવી હતી.

જ્યાં નયનાબેન દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના પગલે આર્થિક ગુન્હા નિવારણ શાખા દ્વારા ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. પરિવારે આક્ષેપ કર્યો છે કે કનૈયાલાલ દ્વારા ઘરના સભ્ય હેમંત કોન્ટ્રાક્ટરની વારંવાર રૂપિયા માટે તોરચરિંગ કરવામાં આવતું હતું. જેના કારણે તેઓ હંમેશા ચિંતામાં રહેતા હતા. જેના કારણે તેમનું મોત થયું છે. જ્યાં પરિવારની આંખો પણ ભીની થઈ આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.