બિહારના મંત્રી બ્રિજ બિહારી હત્યા કેસમાં મુન્ના શુક્લા સહિત ૨ આરોપીને આજીવન કેદ
(એજન્સી)નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે પૂર્વ સાંસદ સૂરજ ભાન સિંહ સહિત ૬ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે જ્યારે ૧૯૯૮માં બિહારના મંત્રી બ્રિજ બિહારી પ્રસાદની હત્યાના કેસમાં ૨ આરોપીઓને દોષિત ઠેરવ્યા છે.
બંને ગુનેગારોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આ પહેલા પટના હાઈકોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ સંજય કુમાર અને જસ્ટિસ આર મહાદેવનની બેન્ચે કોર્ટમાં આ નિર્ણય આપ્યો હતો. 2 accused including Munna Shukla sentenced to life imprisonment in Bihar minister Brij Bihari murder case
દેશની સૌથી મોટી કોર્ટે મુન્ના શુક્લા અને મન્ટુ તિવારીને આજીવન કેદની સજા સંભળાવી છે. કોર્ટે પોતાના નિર્ણયમાં બંનેને ૧૫ દિવસમાં સરેન્ડર કરવા માટે કહ્યું છે. તેમજ પૂર્વ સાંસદ સૂરજ ભાન સિંહ, રાજન તિવારી સહિત ૬ લોકોને નિર્દોષ છોડી મુકવાની જાહેરાત કરી હતી.
વર્ષ ૨૦૧૪માં પટના હાઈકોર્ટે બિહારના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી બ્રિજ બિહારી પ્રસાદની હત્યા કેસમાં પુરાવાના અભાવે તમામ ૮ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં જનતા દળ યુનાઈટેડના નેતા અને પૂર્વ ધારાસભ્ય વિજય કુમાર શુક્લા, પૂર્વ સાંસદ સૂરજ ભાન, પૂર્વ ધારાસભ્ય રાજન તિવારી સહિત આઠ લોકોને નિર્દોષ જાહેર કર્યા હતા પત્ની રમા દેવી અને સી.બી.આઈ. બ્રિજ બિહારી પ્રસાદની પત્ની રમા દેવી પણ ભાજપમાંથી સાંસદ રહી ચૂકી છે.
સુપ્રીમ કોર્ટે ૨૨ ઓગસ્ટે આ લોકોની અપીલ પર સુનાવણી પૂરી કરી અને પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો. લાંબી સુનાવણી બાદ નીચલી કોર્ટે ૨૦૦૯માં આઠ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી. પરંતુ મામલો હાઈકોર્ટમાં પહોંચતા ત્યાં આરોપીઓને નિર્દોષ છોડી મુકવામાં આવ્યા હતા. પરંતુ સુપ્રીમ કોર્ટે આજે પોતાના નિર્ણયમાં છ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે અને બે દોષિતોને આજીવન કેદની સજા ફટકારી છે.
૧૩ જૂન ૧૯૯૮ના રોજ બિહારના તત્કાલીન વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી બ્રિજ બિહારી પ્રસાદની હત્યા કરવામાં આવી હતી. રાજધાની પટનામાં ઈÂન્દરા ગાંધી ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સમાં કડક સુરક્ષા વચ્ચે યુપીના માફિયા ડોન શ્રીપ્રકાશ શુક્લાએ તેમની એકે-૪૭થી ગોળીઓ ચલાવીને તેમની હત્યા કરી નાખી હતી. બ્રિજ બિહારીની પત્ની રમા દેવીએ લાલુ પ્રસાદ યાદવ અને તેમના પરિવાર પર દિવસે દિવસે થયેલી હત્યા માટે ગંભીર આરોપો લગાવ્યા હતા.