બે સગા ભાઈઓ સાથે પરણેલી બે સગી બહેનોનાં લગ્નજીવન ભંગાણના આરે

પ્રતિકાત્મક
વડોદરા, રાજસ્થાનમાં બે સગાભાઈઓ સાથે પરણેલી વડોદરાની બે સગી બહેનોને બંને ભાઈઓ સ્વિકારવા તૈયાર નથી, પરંતુ નાનાભાઈની પત્નિને સ્વિકારવા માટે મોટોભાઈ તૈયાર હોવાનું જણાવીને તેણે તેની પત્નિને ત્રાસ આપવાનો શરૂ કર્યો છે આમ ભંગાણના આરે પહોચેલા વડોદરાની બે બહેનોના લગ્નજીવનના મામલે પોલીસ મથકમાં ફરિયાદ થઈ છે.
વડોદરાના બાજવા નજીક એક સોસાયટીમાં રહેતી ર૯ વર્ષની યુવતી તથા તેની બહેનના લગ્ન ર૦૧૭માં હિન્દુ જ્ઞાતિના રીતરિવાજ મુજબ રાજસ્થાનના અજમેર જિલ્લાના બ્યાવર તાલુકાના ગણેશપુરા ખાતે રહેતા બે ભાઈઓ કુશાલ સુખદેવ કુચ્છેરિયા અને કૃણાલ સુખદેવ કુચ્છેરિયા સાથે થયા હતા
મોટી બહેને કરેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર લગ્ન બાદ એક વર્ષ સુધી સારું રહ્યું હતું. ત્યારબાદ ઘર કંકાસ થતો હતો. તેણે ફરિયાદમાં ઉમેર્યું હતુ કે મારી બહેનને પણ દિયર કૃણાલ કુચ્છેરિયા પરેશાન કરતો હતો. સાસરિયાઓ પિયરમાંથી દહેજ પેટે નાણાંની માંગ કરતા હતા.
મારો પતિ કુશાલ કચ્છેરિયા મને જણાવતો હતો કે, તું મને પહેલેથી પસંદ ન હતી, જેથી તારાથી બાળક જાેઈતું નથી તેમ કહી પતિ તથા સાસુ બને નિરોધક દવાઓ ગળવા મને મજબુર કરતા હતા. દિયરમારી બહેનને પત્ની તરીકે રાખવા માંગતો ન હતો,
જેથી મારા પતિએ મારી બહેનને જણાવ્યું હતું કે, મારો ભાઈ તને રાખવા ન માંગતો હોય તો હું તને મારી પત્ની તરીકે રાખશી. આ અંગે મારી બહેને સાસુ સસરાને જાણ કરાા તેના પતિ અને સાસુ-સસરાએ તેને ફટકારી ઘરમાંથી કાઢી મુકી હતી. ર૦ર૧ દરમિયાન મેં પુત્રને જન્મ આપ્યો હતો. જેને સાસરિયાઓએ સ્વીકારવાનો ત્યાગ કર્યો હતો
જેથી બાળક સાથે પિયર વડોદરા પરત આવી ગઈ હતી. તાજેતરમાં પતિએ મને તેડી જવાની ના પાડી છુટાછેડા આપી બીજા લગ્નની ધમકી આપી છે. ઉપરોકત ફરિયાદના આધારે સાસરી પક્ષના પાંચ સભ્યો વિરુદ્ધ સ્ત્રી અત્યાચાર, દહેજ પ્રથા, મારામારી, ધાકધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.