Western Times News

Gujarati News

વર્લ્ડ કપ રમેલા ગુજરાતના બે ખેલાડીઓને જીવન નિર્વાહ કરવા પડી રહ્યા છે ફાંફા

વર્લ્ડ કપ ટીમના અરવલ્લીના બે ખેલાડીઓની સ્થિતિ દયનીય -૨૦૧૨માં ભારતને વર્લ્ડ કપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનાર વિકાસ પટેલ પણ દયનિય સ્થિતિમાં જીવી રહ્યા છે

ભારતીય બ્લાઇન્ડ ક્રિકેટ ટીમના ખેલાડીઓએ ઇતિહાસ રચી દીધો છે સતત ત્રીજાે બ્લાઇન્ડ ટી-૨૦ વર્લ્ડકપમાં બાંગ્લાદેશ સામે વિજય પ્રાપ્ત કરી સતત ત્રીજાે વર્લ્ડ કપની ભારતને ભેટ આપી છે. બ્લાઇન્ડ T20 વર્લ્ડ કપ જીતવા બદલ ભારતીય ટીમ પર ખુશી વ્યક્ત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્‌વીટ કર્યું, ‘ભારતને તેના ખેલાડીઓ પર ગર્વ છે.

અમે બ્લાઈન્ડ ટી૨૦ વર્લ્ડ કપ જીત્યો છે, જે ખૂબ જ ખુશ છે. અમારી ટીમને અભિનંદન અને ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી બ્લાઇન્ડ ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ કે અન્ય કોઈ ટુર્નામેન્ટમાં વિજય પ્રાપ્ત કરે ત્યારે ખેલાડીઓનું સન્માન પણ સરકાર કરે છે

ત્યાર બાદ અગમ્ય કારણોસર બ્લાઇન્ડ ક્રિકેટરો વિસરાઈ જતા યોગ્ય વળતર પણ ચુકવવામાં નહીં આવતા ગરીબ પરિવારમાંથી આવતા ક્રિકેટરોને જીવન નિર્વાહ ચલાવવા ફોંફા પડી રહ્યા છે અરવલ્લી જીલ્લાના માલપુર તાલુકાના પીપરાણા ગામના ભલાજી ડામોરે વર્ષ-૧૯૯૮ માં યોજાયેલ પ્રથમ બ્લાઇન્ડ વર્લ્ડકપમાં ભારતીય ટીમને ઓલરાઉન્ડર પ્રદર્શન થકી સેમી ફાઇનલ સુધી પહોંચાડી હતી

તેમને વર્લ્ડ કપમાં મેન ઓફ ધી સિરીઝ જાહેર કરવામાં આવ્યા હતા તેમના ઉત્કૃષ્ઠ પ્રદર્શનના પગલે તત્કાલીન રાષ્ટ્રપતિ કે.આર.નારાયણે પ્રશંસા કરી હતી ત્યાર બાદ ક્રિકેટ બોર્ડ અને સરકાર ભલાજી ડામોરની સિદ્ધિ ભૂલી ગઈ હોય તેમ તેમને યોગ્ય સહાય તેમજ અંધ લોકો માટે આરક્ષિત નોકરી પણ ન આપતા ભલાજી ડામોર અને તેમના પરિવારજનો હાલત કફોડી બની છે

ભલાજી ડામોર તેમના પરિવારના જીવન નિર્વાહ ચલાવવા માટે ખેતી, મજૂરી કરવાની સાથે ઢોર ચલાવી ગાડું ગબડાવી રહ્યા છે તેમને સરકાર તરફથી પ્રશંસા સિવાય કઈ મળ્યું ન હોવાનો અહેસાસ અનુભવી રહ્યા છે ભલાજી ડામોર ભારતીય બ્લાઇન્ડ ક્રિકેટ ટીમે ઇતિહાસ રચાતા ખુશી વ્યક્ત કરવાની સાથે સરકારી સહાય માટે લાચારી અનુભવી રહ્યા છે

ભિલોડા તાલુકાના લૂસડિયા ગામના વિકાસ પટેલ પણ અંધજન ક્રિકેટ તરીકે સમગ્ર દેશમાં ખ્યાતિ પ્રાપ્ત કરી હતી વર્ષ-૨૦૧૨ ટી-૨૦ અને વર્ષ-૨૦૧૪ માં યોજાેયેલ વર્લ્ડકપ તેમજ સાઉથ આફ્રિકામાં ની ધરતી પર વિજય પ્રાપ્ત કરનાર ટીમમાં ઓલરાઉન્ડર તરીકે જબરજસ્ત પ્રદર્શન કર્યું હતું.

બ્લાઇન્ડ ક્રિકેટ ટીમનો હિસ્સો રહેલા વિકાસ પટેલ સરકાર અને ક્રિકેટ બોર્ડ દ્વારા યોગ્ય સહાય નહીં ચુકવાતા ગરીબ સ્થિતિમાં જીવવા મજબુર બન્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.