Dolphinના 10 શિકારીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર
શિકારીઓના રિમાન્ડ મંજૂર:Dolphinના 10 શિકારીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર
ગુજરાતનો દરિયા કિનારો અત્યંત સંવેદનશીલ ગણાતો હોય આ દરિયામાં અનેક દેશ વિરોધી પ્રવૃત્તિઓ પ્રકાશમાં આવતી રહે છે ત્યારે પોરબંદરથી 12 નોટિકલ માઈલ દૂર મધદરિયે ડોલ્ફિન માછલીઓનો શિકાર કરતી એક પરપ્રાંતીય ગેંગને પોરબંદર વન વિભાગ તથા દ્વારા પોરબંદર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ઝડપી લીધી હતી.
#Gujarat
In a Joint Operations 10 fishermen on Tamil Nadu boat held in Gujarat for poaching dolphins.Porbandar DCF Agneeshwar said"10 were detain on Wednesday night and formally arrested on Thursday,"@NewIndianXpress @TheMornStandard @santwana99 pic.twitter.com/4RICsRYxw2
— Dilip Singh Kshatriya (@Kshatriyadilip) March 16, 2023
પોરબંદર શહેરના દરિયામાંથી ગુજરાત પોલીસની ઇન્ટરસેપ્ટર બોટની સૂચનાના આધારે વન વિભાગ અને કોસ્ટગાર્ડે મધદરિયેથી શાર્કનો શિકાર કરતી એક શિકારી ગેંગની ઝડપી લીધી હતી. આ શિકારી ગેંગના 10 આરોપીઓને કોર્ટમાં રજૂ કરાતા તેમના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
Sharing some disturbing news & pix. This needs more #media attention. A gang has been caught hunting dolphins from Porbandar #Gujarat FD caught 10 people with 25 dead #dolphins. Preliminary info say the dolphin poaching gang is from #Assam & #TamilNadu. pl share for wider rch pic.twitter.com/wpxjJdzehg
— Ananda Banerjee (@protectwildlife) March 17, 2023
આ અંગે હાલ વન વિભાગ દ્વારા તપાસ ચાલી રહી છે અને આ 2 દિવસના રિમાન્ડમાં હજુ આ દરિયામાં કેટલી ગેંગ સક્રિય છે તેની પણ વિગતો બહાર આવી શકે છે.