Western Times News

Gujarati News

તલોદ અને સુરેન્દ્રનગરમાં ૨-૨ અને મોડાસામાં એક વ્યક્તિએ ગુમાવી જિંદગી

પ્રતિકાત્મક

અમદાવાદ, રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતના કિસ્સા ચિંતા વધારી છે. નાની વયે હાર્ટ અટેકના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. કોરોના બાદ નાની વયે આવતા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતની સિલસિલો થંભવાનું નામ લેતો નથી. રાજ્ય દરરોજ સરેરાશ એકથી ત્રણ હાર્ટ અટેકના કિસ્સા બની રહ્યાં છે.

છેલ્લા ૩૬ કલાકમાં ભાવનગર, ધોરાજી, સુરેન્દ્રનગર, અમરેલી, મોડાસા, વડોદરામાં હાર્ટ અટેકથી જીવ ગુમાવ્યાના અહેવાલ છે. અરવલ્લીના મોડાસામાં ૫૫ વર્ષીય નરેશ મહેતાનું હાર્ટ અટેકથી મોત થયું છે. તેઓ પોસ્ટ ઓફિસનું રીકરીંગ અને એલઆઇસી એજન્ટ તરીકે કામ કરતા હતા. છાતીમાં દુખાવા બાદ તેઓ અચાનક બેભાન થયા હતા અને હોસ્પિટલ પહોંચાડ્યા હતા પરંતુ ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યાં હતા અને હાર્ટ અટેકથી મોત થયાનું કારણ રજૂ કર્યું હતું તો બીજી તરફ સુરેન્દ્રનગરમાં છેલ્લા ૩૬ કલાકમાં હાર્ટ અટેકના કારણે ૨ લોકોએ જીવ ગુમાવ્યો હતો.

સુરેન્દ્રનગરના લખતર તાલુકમાં હાર્ટ એટેકથી છેલ્લા ૩૬ કલાકમાં બીજા યુવકનુ મોત નિપજ્યું છે. લખતરના લીલાપુર ગામે રહેતા ૪૩ વર્ષના યુવક આલાભાઈ સભાડનુ હાર્ટએટેકથી મોત નિપજ્યું છે. યુવકના મોતથી પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ છે. સુરેન્દ્રનગરના લખતર શહેરના મફતિયાપરા વિસ્તારમાં રહેતા ૩૨ વર્ષના યુવક સુરેશભાઈ ઘુઘલિયાનું પણ ગઇ કાલે હાર્ટએટેકથી મોડી રાત્રે મોત થયું હતું.

તેમને અચાનક રાત્રે છાતીમાં દુખાવો થતાં સારવાર અર્થે લખતર હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા જાે કે દુર્ભાગ્યવશ તેની જિંદગી ન બચાવી શકાય અને ડોક્ટરએ યુવકને મૃત જાહેર કર્યો.નાની ઉમરે યુવકનુ હાર્ટએટેકથી મોત નીપજતાં પત્ની, ત્રણ સંતાનો સહિત પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ છે. સાબરકાંઠાના તલોદમાં પણ હાર્ટ અટેકે ૨ લોકોના જીવ લીધા તો ભાવનગરના અલંગ શિપ બ્રેકીંગ યાર્ડમાં કામ કરતા શ્રમિકનું હાર્ટ એટેકથી મોત થયું છે.

અલંગ શિપ યાર્ડના પ્લોટ ૧૨૮માં કામ કરી રહેલા બિહારી યુવાનને હાર્ટ અટેક આવતા તેઓ ઢળી પડયા હતા. તબીબે હાર્ટ અટેકથી મોત થયાનું તારણ આપ્યું હતું. બિહારથી મજૂરી કામ માટે ભાવનગર આવેલા આ યુવક સંજયસિંહ રામનિવાસસિંહ ભાવનગર શિપ બ્રેકિંગ યાર્ડમાં શિપ તોડવાનું કામ કરતા હતા. તેઓ જ્યારે યાર્ડમાં આ કામ કરતા હતા ત્યારે અચાનક ઢળી પડ્યાં અને મોતને ભેટયા હતા.

ઘટના બાદ તાબડતોબ તેમને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. અહીં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યાં હતા. બાદ તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમા હાર્ટ અટેકથી મોત થયાનું તારણ સામે આવ્યું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.