શિષ્યવૃત્તિમાં ભાગ પડાવતા શાળાના ૨ કર્મચારીઓ લાંચ માંગતા ઝડપાયા
(એજન્સી)અમદાવાદ, સામાન્ય રીતે શિક્ષણમાં આર્થિક રીતે નબળા પરીવારોને મદદ કરવા માટે લોકો આગળ આવતા હોય છે. સરકાર પણ આવા વિદ્યાર્થીઓને મદદ કરવા માટે શિષ્યવૃત્તી આપતી હોય છે. જેથી આર્થિક રીતે નબળા પરિવારના બાળકો શિક્ષણ મેળવવાથી વંચિત ના રહી શકે. ત્યાં વળી આવા વિદ્યાર્થીઓની સરકારી શિષ્યવૃત્તિમાં જ ભાગ પડાવતા શાળાના ૨ કર્મચારીઓ લાંચ માંગતા ઝડપાયા છે.
સમાજમાં આર્થિક રીતે નબળા પરિવારના બાળકો શિક્ષણ મેળવવામાં પાછળ ના રહી જાય એ માટે સૌ કોઈ મદદનો પ્રયાસ કરતુ હોય છે. શિક્ષણ માટે આર્થિક થી લઈને અન્ય સુવિધાઓની પણ મદદ પૂરી પાડવામાં આવવા સમાજમાંથી દરેક લોકો તત્પર રહેતા જોવા મળતા હોય છે. પરંતુ અમદાવાદના નરોડાની શાળાના બે કર્મચારીઓએ જાણે કે શરમ નેવે મૂકી હોય એમ વિદ્યાર્થીનીની શિષ્યવૃત્તીની રકમમાંથી ભાગ માંગી લીધો હતો.
એ પણ મળનારી રકમના લગભગ ત્રીજા ભાગ જેટલી રકમ લાંચ રુપે માંગી હતી. જોકે આ મામલે વિદ્યાર્થીના પિતાએ એસીબીનો સંપર્ક કર્યો હતો અને ત્યાં શાળાના ક્લાર્ક અને પટ્ટાવાળાની દાનત અંગેની ફરિયાદ કરી હતી. જેથી અન્ય વિદ્યાર્થીઓના પણ હકની રકમમાં ભાગ માંગવામાં આવતો હોય તો તે અટકી શકે. એસીબીએ ફરિયાદને પગલે છટકું ગોઠવતા ક્લાર્ક અને પટ્ટાવાળા બંને જણાં ઝડપાઈ આવ્યા છે.
અમદાવાદ એસીબીને મળેલી ફરિયાદ મુજબ વિદ્યાર્થીનીના પિતાએ આ અંગેની માહિતી આપી હતી. તેઓએ ફરિયાદ આપતા બતાવ્યુ હતુ કે, તેમની પુત્રી નરોડામાં આવેલ ઉમિયા શિક્ષણ ટ્રસ્ટ સંચાલિત ઉમા શિક્ષણ તીર્થ શાળામાં અભ્યાસ કરે છે.