અમદાવાદમાં વધુ બે ઘરફોડની ઘટના
અમદાવાદ: શહેરમાં એક બેકના મેનેજર સહીત બે સ્થળો ઘરફોટ ચોરીની ફરીયાદ નોધાઈ છે. સરદારનગર ખાતે આવેલા શિકાર પુરી બંગ્લોઝમાં રહેતા પરસરામ ટેઉમલાણીએ એરપોર્ટ ખાતે ફરીયાદ નોધાવી હતી કે સોમવારે રાત્રે જમીને સુઈ ગયા બાદ અજાણ્યા ઈસમો ઘરમાં ઘૂસ્યા હતા અને બેડરૂમમાં મુકેલી તિજારીમાથી સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ દોઢ લાખ ઉપરાંત અગત્યનાં દસ્તાવેજા ચોરી ગયા હતા
સવારે વહેલા જાગી ગયેલી તેમની પત્નીએ ઘરનો સામાન વેર વીખર જાતા તમામ પરિવાર જનોને જગાડયા હતા. જ્યારે વાસણા ચંદ્રનગર ખાતે આવેલા સન્જય એપાર્ટેમેન્ટમાં રહેતા બ્રજેશ ધાનુંક લાલ દરવાજા ખાતે આવેલી સેન્ટ્રલ બેકમા મેનેજર તરીકે ફરજ બજાવે છે કેટલાક દિસવ અગાઉ તે પોતાના વતન ગયા હતા
ત્યારે પાડોશીઓએ તેમનાં ઘરનાં તાળા તુટેલા હોવાની જાણ કરતા બ્રજેશભાઈ પરત અમદાવાદ આવ્યા હતા અને તપાસ કરતા સોના ચાદીના દાગીના મોઘી ઘડીયાળ અનેમોબાઈલ ફોન સહીતની મતા ચોરાઈ ગઈ હોવાનુ જાણવુ હતુ બાદમાં તેમણે વાસણા પોલીસમા આ અંગેની ફરીયાદ નોધાવી છે અને આ અંગે પોલિસ આસપાસ રહેતા લોકોની પુછપરછ કરી તપાસ હાથ ધરી છે.