રાજૌરીમાં આતંકીઓની સાથે અથડામણમાં બે જવાન શહીદ
પોલીસે શ્રીનગરના બેમિના વિસ્તારમાંથી બે આતંકવાદીઓને હથિયારો અને દારૂ ગોળા સાથે પકડ્યા
(એજન્સી)રાજૌરી, જમ્મૂ કાશ્મીરના રાજૌરીમાં આતંકવાદીઓ સાથે અથડામણમાં સેનાના બે જવાનો શહીદ થઈ ગયા છે.
અધિકારીઓએ જણાવ્યું કે, સવારથી ધર્મસાલના બાજીમાલ વિસ્તારમાં સેના અને જમ્મુ કાશ્મીર પોલીસના સંયુક્ત મોર્ચાની ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે શરૂ થયેલી અથડામણ ચાલુ જ છે. 2 Indian soldiers was immortalized fighting terrorists at #Rajouri in J&K
આ વચ્ચે પોલીસે શ્રીનગરના બેમિના વિસ્તારમાંથી બે આતંકવાદીઓને હથિયારો અને દારૂ ગોળા સાથે પકડ્યા છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક હસીબ મુગલે જણાવ્યું કે, પોલીસ અને સુરક્ષા દળોની ટીમે ખૂબ જ વિશિષ્ટ ઈનપુટ પર આ વિસ્તારમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. અધિકારીએ જણાવ્યું કે, સંયુક્ત ટીમ શંકાસ્પદ ક્ષેત્ર તરફ પહોંચતા જ છુપાયેલા આતંકવાદીઓએ સંયુક્ત દળ પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. જેના કારણે અથડામણ શરૂ થઈ ગઈ હતી.
જમ્મુ-કાશ્મીરમાં ભારતીય લશ્કર દ્વારા છેલ્લાં ઘણાં સમયથી ઓપરેશન ઓલઆઉટ શરૂ કરીને એક પછી એક ખૂંખાર આતંકવાદીઓનો ખાતમો બોલાવી રહ્યું છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ઘેરાબંધી કરીને સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે.