Western Times News

Gujarati News

દરેક ટુ-વ્હીલર સાથે ૨ આઈએસઆઈ હેલ્મેટ ફરજિયાત થશે!

નવી દિલ્હી, ભારતમાં માર્ગ સલામતીને મજબૂત બનાવવાના પ્રયાસમાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ પ્રસ્તાવ મૂક્યો છે કે, તમામ ટુ-વ્હીલર્સને એકસાથે બે આઈએસઆઈ પ્રમાણિત હેલ્મેટ વેચવા જોઈએ.

નવી દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન આ મહત્ત્વપૂર્ણ નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી. જેને ટુ-વ્હીલર હેલ્મેટ મેન્યુફેક્ચરર્સ ઍસોસિએશન આૅફ ઇન્ડિયાનો સંપૂર્ણ ટેકો મળ્યો છે.ભારતમાં માર્ગ અકસ્માતોના આંકડા અત્યંત ચિંતાજનક છે.

દર વર્ષે ૪,૮૦,૦૦૦થી વધુ માર્ગ અકસ્માતો થાય છે અને ૧,૮૮,૦૦૦થી વધુ લોકો જીવ ગુમાવે છે. આમાંથી, ૬૬ ટકા મૃતકો ૧૮થી ૪૫ વર્ષની વયના છે. દર વર્ષે ૬૯,૦૦૦થી વધુ લોકો મૃત્યુ પામે છે, ખાસ કરીને ટુ-વ્હીલર અકસ્માતોમાં. જેમાંથી ૫૦ ટકા મૃત્યુ હેલ્મેટ ન પહેરવાને કારણે થાય છે.ટુ-વ્હીલર હેલ્મેટ મેન્યુફેક્ચરર્સ ઍસોસિએશન લાંબા સમયથી ફરજિયાત આઈએસઆઈ પ્રમાણિત હેલ્મેટની માંગ કરી રહ્યું છે.

ટીએચએમએએ ગડકરીના આ સક્રિય નેતૃત્વની પ્રશંસા કરી છે. ટીએચએમએના પ્રમુખ રાજીવ કપૂરે જણાવ્યું હતું કે, “આ ફક્ત એક નિયમ નથી પણ રાષ્ટ્રીય જરૂરિયાત છે. હેલ્મેટ જીવન બચાવે છે, અને દરેક બાઇક ખરીદી સાથે તેને ફરજિયાત બનાવવું એ એક મહત્ત્વપૂર્ણ પગલું છે. માર્ગ અકસ્માતમાં પોતાના પ્રિયજનો ગુમાવનારા પરિવારો માટે, આ પગલું આશાનું કિરણ છે કે આવી દુર્ઘટનાઓ હવે અટકાવી શકાય છે.”SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.