અંધજન મંડળ પાસેથી ૪૨ લાખનું એમડી ડ્રગ્સ પકડાયું
અમદાવાદ, અમદાવાદ શહેરમાં ફરી એકવાર નશાના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વસ્ત્રાપુર નજીક અંધજન મંડળ પાસેથી ૪૨ લાખ રૂપિયાના ડ્રગ્સના જથ્થા સાથે બે પાટીદાર ભાઈઓની ધરપકડ કરી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ગિરફ્તમાં ઉભેલા આ બંને ભાઈઓના નામ છે ડાહ્યા લાલ પાટીદાર અને મોહનલાલ પાટીદાર.
2 lakh MD drugs seized from Andhajan Mandal in Ahmedabad.
બંને મૂળ રાજસ્થાનના ડુંગરપુરના રહેવાસી છે. ઉલ્લેખનીય છે કે આરોપીઓ ચાની કીટલી અને રસોઈ વ્યવસાયમાંથી બહાર નીકળી શોર્ટકટમાં પૈસા કમાવવા માટે ડ્રગ્સની હેરાફેરીના રવાડે ચડ્યા હોવાની કબૂલાત પોલીસ પાસે કરી છે.અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સની હેરાફેરી કરવા મામલે ડાહ્યાલાલ પાટીદાર અને મોહનલાલ પાટીદાર આ બંને ભાઈઓની ધરપકડ કરી છે.
બંને ભાઈઓ પાસેથી ૪૨૧.૧૬ ગ્રામ એમડી ડ્રગ્સ, બે મોબાઈલ, એક બાઈક સહીત કુલ ૪૨ લાખ ૭૮ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે અંધજન મંડળ ચાર રસ્તા પાસે બીઆરટીએસ બસ સ્ટેન્ડ નજીક અમુક આરોપીઓ ડ્રગ્સના જથ્થાનો સોદો કરવા ઉભા છે. જેથી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ત્યાં રેડ કરી આ બંને ભાઈઓની ધરપકડ કરવામાં આવી હતી.
આરોપીઓ પાસેથી તપાસ કરતા ૪૨ લાખની કિંમતનું ૪૨૧.૧૬ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું. ચાની કીટલી મૂકી ડ્રગ્સના કારોબારમાં જાેડાયો આરોપીઓની તપાસ કરતા સામે આવ્યું કે ડાહ્યાલાલ પાટીદાર અને તેનો ભાઈ મોહનલાલ પાટીદાર શ્યામલ ચાર રસ્તા પાસે રહે છે. ઘણા સમયથી રાજસ્થાનથી ગેરકાયદેસર એમડી ડ્રગ્સ અમદાવાદમાં લાવી ડ્રગ્સ પેડલરોને આ ડ્રગ્સ વેચવાનો કારોબાર કરે છે.
તેમજ ડાહ્યાલાલ પાટીદાર અગાઉ શ્યામલ ચાર રસ્તા પાસે જ ચાની કીટલી ચલાવતો હતો અને તેનો ભાઈ મોહનલાલ પાટીદાર રસોઈના કામ સાથે સંકળાયેલો હતો.ડાહ્યાલાલ પોતે અફીણનો બંધાણી હોય તેણે રાજસ્થાનથી અફીણ લાવવાનું શરૂ કર્યું હતું અને ધીમે ધીમે નશાના કારોબારમાં જાેડાઈ ગયો હતો.
બંને આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યું કે તેઓ છેલ્લા છ મહિનામાં આ રીતે ૮ થી ૧૦ વખત ૪૦૦ થી ૫૦૦ ગ્રામ ડ્રગ્સનો જથ્થો દર વખતે રાજસ્થાનથી અમદાવાદમાં લાવ્યા છે અને અલગ-અલગ પેડલરોને વેચી લાખો રૂપિયાની કમાણી કરી છે. રાજસ્થાનના પ્રતાપગઢના લખનસિંગ નામના વ્યક્તિ પાસેથી આ ડ્રગ્સ ખરીદતા હોવાનું સામે આવ્યું છે. ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાંચ હાલ એ તપાસ કરી રહી છે કે આ એમડી ડ્રગ્સ કોની પાસેથી લાવતા હતા અને અમદાવાદમાં કોને કોને વેંચતા હતા.SS3KP