Western Times News

Gujarati News

હૈદરાબાદમાં દીવાલ ઘસી પડતા નવજાત શિશુ સહિત નવનાં મોત

હૈદરાબાદ: હૈદરાબાદમાં ભારે વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. વરસાદના પગલે મોટો અકસ્માત સર્જાયો છે. બદલાગુડામાં દીવાલ ધસી પડતા ૨ મહિનાના બાળક સહિત ૯ લોકોના મૃત્યુ થયા છે. આ ઘટના મંગળવારે મોડી રાતે જૂના શહેર ચંદ્રમુત્તા પોલીસ સ્ટેશન હદમાં મોહમ્મદિયા હિલ્સ વિસ્તારમાં ઘટી. એક દીવાલ ૧૦ ઘરો ઉપર તૂટી પડી. અકસ્માત બાદ ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, એસડીઆરએફ, અને પોલીસના અધિકારીઓ મોડી રાતે ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં અને રાહત તથા બચાવકાર્ય શરૂ કર્યું હતું.

ત્યારબાદ કાટમાળમાં ફસાયેલા ૯ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા. અકસ્માત બાદ હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસી પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતાં. હૈદરાબાદમાં ભારે વરસાદે ખુબ કેર વર્તાવ્યો, અનેક વિસ્તારોમાં છેલ્લા ૨૪ કલાકમાં લગભગ ૨૫ સેન્ટીમીટર વરસાદ નોંધાયો છે. વરસાદ બાદ ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ગાડીઓ પણ પાણીના વહેણમાં વહી જવા માડી. રસ્તાઓ પર નાળાની જેમ પાણી વહેવાના કારણે લોકો ઘરોમાં કેદ થઈ ગયા અને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વરસાદ બાદ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઘરોની અંદર પાણી ભરાઈ ગયા અને સ્થાનિક લોકોની મદદ માટે એસડીઆરએફ અને ફાયર વિભાગની ટીમો કામે લાગી છે. એસડીઆરએફની ટીમ શહેરમાં ઘૂમી ઘૂમીને લોકોને રેસ્ક્યુ કરવામાં લાગી છે. મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે જિલ્લા પ્રશાસનને સતર્ક રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે અને પૂરના હાલાત પર રિપોર્ટ માંગ્યો છે.

હૈદરાબાદના અનેક વિસ્તારોમાં સતત વરસાદને કારણ અત્યાર સુધી ૧૧ લોકોનાં મોત નિપજ્યા છે. તેમાં ૯ લોકોનાં મોત બદલાગુડાના મોહમ્મદિયા હિલ્સમાં દિવાલ પડવાને કારણે થયા છે. રસ્તાઓ પર પાણી ભરા ગયા છે અને નીંચાણવાળા વિસ્તારો સમગ્ર રીતે જળમગ્ન થઈ ગયા છે. વરસાદે રાજ્ય સરકારના તમામ દાવાઓની પોલ ખોલી દીધી છે. આ પહેલા હૈદરાબાદમાં ભારે વરસાદને કારણે રવિવારે પણ એક જૂના ઘરનો કેટલોક હિસ્સો ધરાશાયી થઈ જવાના કારણે બે મહિલાઓનાં મોત થયા હતા અને પાંચ અન્ય લોકો ઘાયલ થયા હતા.

આ ઘટના બપોરે લગભગ ૧૨ઃ૧૦ વાગ્યે હુસૈનીઆલમમાં બની હતી, જ્યાં સાત લોકો ઘરમાં હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે તમામ ઘાયલ લોકોને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં બે મહિલાઓનાં મોત થયા હતા. હૈદરાબાદ લોકસભા સીટથી સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, ભારે વરસાદને કારણે બંદલાગુડાના મોહમ્મદિયા હિલ્સમાં દિવાલ પડવાને કારણે ૯ લોકોનાં મોત નિપજ્યા છે.

તેઓએ કહ્યું કે, બાઉન્ડ્રી વોલ પડતાં ૯ લોકોનાં મોત નિપજ્યા તો ૨ લોકોને ઈજા પહોંચી છે. નોંધનીય છે કે, બંગાળની ખાડીમાં ઊભા થયેલા નીચા દબાણનું ક્ષેત્ર સોમવારે ભારે દબાણમાં પરિવર્તિત થયું હતું. તેના કારણે ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગએ આંધ્ર પ્રદેશ, ઓડિશા સહિત આસપાસના અન્ય રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી હતી. તેલંગાણામાં પણ ભારે વરસાદનો કહેર ચાલુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.