Western Times News

Gujarati News

અમદાવાદથી અંકલેશ્વર જઈ કારમાંથી ચોરી કરતી ગેંગના બે ઝડપાયા

કારમાંથી ચોરી કરતી અમદાવાદની છારા ગેંગના બે સાગરિતો ઝડપાયા

રોકડા રૂપિયા ૨ લાખ તથા ગુનામાં ઉપયોગ થયેલ મોટર સાઇકલ સાથે છારા ગેંગના બે સાગરીતો અમદાવાદથી ઝડપાયા

(પ્રતિનિધિ) ભરૂચ, અંકલેશ્વરમાં કારના કાચ તોડી રોકડા રૂપીયા ભરેલ બેગોની ઉઠાંતરીના બનેલ ૨ અનડીટેક્ટ ગુનાઓને ગણતરીના દિવસોમાં શોધી કાઢી ભરૂચ એલ.સી.બી પોલીસે રોકડા રૂપિયા ૨ લાખ તથા ગુનામાં ઉપયોગ થયેલ મોટર સાયકલ સાથે છારા ગેંગના બે સાગરીતોને અમદાવાદ માંથી ઝડપી પાડ્યા છે.

થોડા દિવસ પૂર્વે અંકલેશ્વરમાં આવેલ ખુશ હાઈટ્‌સના પાર્કિંગમાં પોતાની ફોરવ્હીલ ગાડી પાર્ક કરી નવું મકાન જાેવા ગયેલ બાદ પરત આવતા અજાણ્યા ઈસમો ગાડીનો કાચ તોડી રોકડા રૂપિયા ૩.૫૦ લાખ ભરેલ બેગની ઉઠાંતરી કરી નાસી હતો. તો આવા જ વધુ એક બનાવમાં અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ પાસે થી યુવાન પોતાની કાર લઈ પસાર થતા હતો.

તે વખતે ગાડીની પાછળ ત્રણ અજાણ્યા ઈસમો મોટર સાયકલો ઉપર આવેલ તે પૈકી એક ઈસમે ગાડીને પાછળથી અથડાવતા ફરીયાદી ગાડી માંથી નીચે ઉતરી વાતચીત કરતા હતા. દરમ્યાન અજાણ્યા ઈસમો ગાડીનો કાચ તોડી આગળની સીટમાં મૂકેલા રોકડા રૂપિયા ૯.૧૧ લાખ ભરેલ બેગની ઉઠાંતરી કરી ફરાર ગયો હતો.

આ બન્ને બનાવ સંદર્ભે બે અલગ અલગ ગુનાઓ રજીસ્ટર થયા હતા.ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલે તાત્કાલિક નાકાબંધી કરાવી એલ.સી.બી,પેરોલ ફર્લો સ્કોડ તથા સ્થાનિક પોલીસ વિગેરેની અલગ અલગ ટીમો બનાવી,ગુનાવાળી જગ્યાની આસપાસના તથા રૂટના CCTV ફુટેજ ચેક કરવા , ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ મારફતે તપાસ કરી વહેલામા વહેલી તકે આરોપીઓનુ પગેરૂ શોધી કાઢવા સુચના અને માર્ગદર્શન આપ્યાા હતા.

ભરૂચ એલ.સી.બી પી.આઈ ઉત્સવ બારોટના માર્ગદર્શન હેઠળ ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાંચની અલગ અલગ ટીમો દ્વારા રૂટ ઉપરના ફુટેઝ થકી ગુનો શોધી કાઢવા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. દરમ્યાન એલ.સી.બી.ટીમને હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સર્વેલન્સથી હકિકત મળેલ કે ચીલઝડપના બંને ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓ અમદાવાદ શહેરમાં છે.

એલ.સી.બીની એક ટીમને તાત્કાલિક અમદાવાદ શહેર ખાતે મોકલી આપેલ તપાસમાં ગયેલ ટીમ દ્વારા અમદાવાદ ક્રાઈમ બ્રાંચ સાથે સંકલનમાં રહી મદદ મેળવી ગુનામાં સંડોવાયેલ છારા ગેંગના ૨ સાગરીતો જુગનુ ઉર્ફે જીગ્નેશ દિનેશભાઈ ઘાંસી (છારા) અને નિલેશ ઉર્ફે કાલા પૃથ્વીસિંહ મીનેકર બને રહે. છારા નગર કુબેરનગર અમદાવાદને સરદારનગર પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી રોકડા રૂપિયા ૨ લાખ તથા ગુનામાં ઉપયોગ લીધેલ મોટર સાયકલ સાથે ઝડપી પાડવામાં આવેલ છે. આમ ગણતરીના દિવસોમાં કાર માંથી થયેલ લાખો રૂપિયાની ચોરીનાં ભેદ ઉકેલવામાં ભરૂચ એલ.સી.બી પોલીસને સફળતા મળી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.