ન્યૂઝીલેન્ડમાં ડ્રાઇવરે વાહન નીચે ૨ પોલીસને કચડ્યા, એકનું મોત
નેલ્સન, ન્યૂઝીલેન્ડના નેલ્સન શહેરમાં નવા વર્ષના આગમનની ઉજવણી પોલીસ માટે શોકમાં ફેરવાઇ ગઇ હતી. અમેરિકાની જેમ જ ન્યૂઝીલેન્ડના નેલ્સન શહેરમાં પણ નવા વર્ષની વહેલી સવારે પોલીસ અધિકારીઓ પર વાહન ચઢાવી દઈ હુમલો કરાયો હતો.
એક ડ્રાઈવરે બે પોલીસ અધિકારીઓને વ્હિકલ નીચે કચડી નાંખતા મહિલા પોલીસ અધિકારી સિનીયર સાર્જેન્ટ લીન ફ્લેમિંગનું મોત થયું હતું અને એકને ગંભીર ઇજા થઈ હતી.
આ હુમલાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો, કારણ કે ન્યૂઝીલેન્ડમાં ફરજ પરના પોલીસ અધિકારીઓની હત્યાના ભાગ્યે બનાવ બને છે.
નેલ્સન શહેરમાં પોલીસ કમિશનર રિચાર્ડ ચેમ્બર્સે જણાવ્યું હતું કે પોલીસ અધિકારીઓ પાર્કિંગ લોટનું રૂટિન પેટ્રોલિંગ કરી રહ્યાં હંતાં ત્યારે તેમના પર પુરપાટ ઝડપે વાહન ચડાવી દેવામાં આવ્યું હતું. આ પછી વ્હિકલને પોલીસ કાર સાથે અથડાવામાં આવ્યું હતું.
પોલીસ કારમાં રહેલા એક ત્રીજા અધિકારીને પણ માથામાં ઇજા થઈ હતી. આ ઘટનામાં બે લોકોને પણ ઇજા થઈ હતી. આ હુમલો સ્થાનિક સમય મુજબ પહેલી સવારે બે વાગ્યે થયો હતો. પોલીસે ૩૨ વર્ષના એક વ્યક્તિની ધરપકડ કરી હતી. એક મહિલા પોલીસ અધિકારીનું હુમલાના થોડા કલાકો પછી હોસ્પિટલમાં મોત થયું હતું.
બીજા અધિકારી ગંભીર હાલતમાં છે, પરંતુ ઝડપથી રિકવરી આવે તેવી ધારણા છે.ન્યુઝીલેન્ડના પોલીસ પ્રધાન માર્ક મિશેલે જણાવ્યું હતું કે આ કાયરતાપૂર્ણ હુમલામાં અધિકારીઓને ટાર્ગેટ કરાયા હતા. આ હુમલો આશરે ૫૫,૦૦૦ની વસ્તી ધરાવતા નેલ્સનના ડાઉનટાઉન વિસ્તારમાં થયો હતો.
અહીં નવા વર્ષની પૂર્વ સંધ્યાની ઉજવણી બે કલાક પહેલા પૂર્ણ થઈ હતી. આ પહેલા ન્યુઝીલેન્ડમાં ફરજ પરના પોલીસ અધિકારીની છેલ્લી હત્યા ૨૦૨૦માં થઈ હતી.SS1MS