ઓપન કરાટે ટુર્નામેન્ટમા ડાંગ જિલ્લાની ૨ વિદ્યાર્થિનીએ મેડલ જીત્યા

(ડાંગ માહિતી)ઃ આહવા, કરાટે ટુ ફેડરેશન ગુજરાત દ્વારા આંણદ ખાતે ઓલ ગુજરાત ઓપન કરાટે ચે?મ્પિયનશીપ -૨૦૨૩નુ આયોજન કરવામા આવ્યુ હતુ. આ કરાટે ટુર્નામેન્ટમા ડાંગ જિલ્લામાંથી ૧૫ ખેલાડીઓ ભાગ લીધો હતો. જેમા હેતલબેન જાદવે ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ તેમજ દિપાલીબેન આર કે જેમણે સિલ્વર મેડલ મેળવ્યો હતો.
કરાટે ટુ ફેડરેશન ગુજરાત કે જે, ગુજરાતની એકમાત્ર ગવર્નિંગ બોડી છે. જેની સાથે ડાંગ જિલ્લાની એકમાત્ર ગવર્નિંગ બોડી સ્પોર્ટ્સ કરાટે એશોસિએશન પણ સંકળાયેલ છે. જેમા ડાંગના ચેરમેન તેમજ નાયબ દંડક વ ધારાસભ્ય ?શ્રી વિજયભાઈ પટેલ, અને પ્રમુખ વિજય આર?
રાઉતના સહયોગ અને માર્ગદર્શનથી ડાંગ જિલ્લાના બાળકો આજે રાજ્ય તેમજ નેશનલ કક્ષાએ સિદ્ધિઓ મેળવતાં થયાં છે. ખેલાડીઓની આ સિધ્ધિ બદલ તેઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.