ગુજરાત પર બે સિસ્ટમ સક્રિય: ત્રણ દિવસ અતિભારે વરસાદની આગાહી
ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
(એજન્સી)અમદાવાદ, જુલાઇ મહિના દરમિયાન મેઘરાજા જ્યાં વરસ્યા ત્યાં મૂશળધાર વરસ્યા છે. આવામાં જુલાઇ મહિનો પૂરો થવા જઇ રહ્યો છે અને ઓગસ્ટ મહિનાની શરૂઆત થવા જઇ રહી છે, ત્યારે આગામી દિવસોમાં વરસાદની ગતિવિધિ શું રહેશે, તે મહત્ત્વનું છે.
આ દરમિયાન હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાતના હવામાન વિશે માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે, ગુજરાત પર બે સિસ્ટમ સક્રિય છે.
આગામી પાંચ દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે, જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી ત્રણ દિવસ દરમિયાન કેટલીક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે. જે બાદ વરસાદ થોડો ઓછો થશે.
તેમણે જણાવ્યું કે, આગામી ૨૪ કલાક દરમિયાન ગુજરાતના અમુક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, તાપીનો સમાવેશ થાય છે. સૌરાષ્ટ્રમાં મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગર ભારે વરસાદની આગાહી છે.
આવતીકાલે ૨૯મી તારીખે સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.
જેમાં સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, બોટાદ, અમરેલી અને ભાવનગરનો સમાવેશ થાય છે. જ્યારે ગુજરાત રિઝનમાં આણંદ, સુરત, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં યલો એલર્ટ રહેશે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં હેવી આયસોલેટેડની આગાહી છે.
૩૦ તારીખથી વરસાદમાં ઘટાડો જોવા મળશે. જેમાં સૌરાષ્ટ્રમાં દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, કચ્છમાં યલો એલર્ટ રહેશે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, સાબરકાંઠા, અરવલ્લીમાં હેવી આયસોલેટેડની આગાહી છે. જે બાદ ચોથા અને પાંચમા દિવસે નવસારી, વસલાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ જોવા મળી શકે છે.
જ્યારે આગામી ત્રણ દિવસ દરમિયાન ગુજરાતમાં થન્ડરસ્ટ્રોમ વો‹નગ છે. આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાતના દરિયાકાંઠે માછીમારો માટે વો‹નગ રહેશે. ઉપરાંત ૩૫થી ૪૫ કિલોમીટર પ્રતિકલાક પવનની ગતિ રહેશે.