બે ગામના રહીશોએ વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું
(તસ્વીરઃ કૌશિક પટેલ, મોડાસા) ઈડરના અગ્રણી નટુભાઈ પરમારની આગેવાનીમાં સ્થાનિક કાર્યકરો સાથે ચોરીવાડ વસાહત ભાણપુર વસાહત ગામના રહીશોમાં વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું
જેમાં કરવામાં આવેલ રજૂઆત મુજબ ભૂમાફિયા-રાજકારણની સાઠગાંઠથી મોજે ચોરીવાડ વસાહત ભાણપુર વસાહત ગામની જાહેર ઉપયોગની સ્મશાન ગામકૂવો હવાડો ગામતળની જમીનો તથા ગૌચરની જમીનો ખોટા અસરગ્રસ્તો અરજદારોને ફાળવણી કરાવી ભૂમાફિયાઓ અને મૂડીપતિઓ દ્રારા હડપ કરવામાં આવી રહી છે તેની ન્યાયિક તપાસ કરવા તથા જાહેર ઉપયોગ માટેની જગ્યાઓ યથાવત રાખવાની કાર્યવાહી કરવા માંગ છે.
આ ગામના તમામ અરજદારો ગ્રામજનો અને તેમના વડીલો વર્ષ ૧૯૭૧ પહેલા ઇડર તાલુકાના ઘરોઈ જલાગાર યોજનામાં આવેલા ગામ ભાણપુર અને મારવાડા ગામ તા ઇડર ખાતે વસવાટ કરતાં હતા
સરકારશ્રીએ ઘરોઈ જલાગાર યોજના અન્વયે ડેમ બાંઘવામાંનો નિર્ણય કરતાં અમારી ત્યાં આવેલ જમીન ઘર અને અન્ય મિલકતો સરકારશ્રીએ સપાદન કરી અમોને મોજે ચોરીવાડ રેવન્યુ ગામની સીમમાં વસાવવાનો નિર્ણય જે તે વખતે સરકારશ્રીએ કરેલ હતો તમામ વિસ્થાપિતોને જૂના ગામમાં ગમે તેટલી જમીન મિલકતો હોય તો પણ તેની જગ્યાએ ફકત ચાર કે પાંચ એકર જમીનો અને ઘર માટે પ્લોટ ફાળવવામાં આવેલ હતા.
આ બંન્ને ગામોને પુનઃ વસ્તી માટે જે તે વખતે સરકારશ્રીએ ચોરીવાડથી આગળ કેશપુરાની સામેની જંગલ સરકારી જમીનમાં ફાળવણી કરી તેમાં ગામતળ અને ગૌચર અને ખેતીની જમીનો વિસ્થાપીતોને ફાળવી આપેલ હતી અમો તમામ અરજદારો અથવા અમારા વડીલો વર્ષ ૧૯૭૪ થી આ નવા વસવાટ થયેલ ગામમાં રહેવા આવેલ છીએ અને સઘર્ષમય જીવન વ્યતીત કરી રહેલ છીએ સમયાંતરે વંશવેલો વઘતા અત્યારે અરજદારો પાસે એક કે બે ત્રણ વીઘા જમીનો ભાગમાં આવેલ છે મુખ્યત્વે પશુપાલન અને ખેતમજુરી કરી ગુજરાન ચલાવે છે.
૧૯૭૪-૭૫ માં નવી જગ્યાએ આવ્યા ત્યારે જૂના ૯૨૫ જાહેર ગૌચર- ની અંદાજીત ૭૦ થી ૮૦ એકરજમીન હતી આ જગ્યા ઉપર પશુઓ ચરાવી રહીશો ગુજરાન ચલાવાતા હતા પરતું ૧૯૯૬ -૯૭ માં રાજકારણિયો અને ભૂમાફિયા તેમજ ભ્રષ્ટ અધિકારી સાંઠગાંઠથી આ ગૌચરની જમીન અનુસૂચિત જાતિના ખોટા અસરગ્રસ્તો ખેડૂત ઊભા કરી જમીન સીઘી જૂની શરતમાં ફાળવી દેવામાં આવી
આ અરજદાર પૈકી એકપણ અરજદાર આ ગામમાં ખેતી કરવા આવ્યો નથી અને તેમની જમીનો ફાળવણી પછી ટુકાજ સમયમાં તમામ જમીનો અન્ય મૂડીપતિ ખેડૂતોના નામે વેચાણ કરી દેવામાં આવી અને સમયાંતરે ખરીદ –વેચાણ કરતાં કરતાં હવે એક સોલાર એનર્જી કંપનીને વેચાણ કરી અત્યારે સોલાર પ્લાન્ટ લગાવવામાં આવી રહ્યો છે જેતે વખતે ગામ લોકોએ કંપનીને અમારું હાલમાં ગૌચરની જમીન ખુલ્લી રાખવા માટે કહેલ પણ કંપનીના માણસો આંખ આડે કાન કરી રહ્યા છે અને તળાવની આજુબાજુમાં માર્જગ ની જમીન પણ પચાવી પાડી દીઘી છે અને સ્મશાનની પણ જમીન હડપ કરી દીઘી છે.