20 પોલીસ અધિકારી અને 40 સ્વાસ્થ્ય સલગ્ન કર્મચારી ને ચાંદીની મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું
ખડે પગે આપણી સેવામા હાજર રેહનાર રીયલ હીરોનું શ્રી પાર્શ્વ જવેલરી હાઉસ દ્રારા સન્માન
અમદાવાદ, કોરોનાના મુશ્કેલી ભર્યા સમયમાં આપણી સેવામાં હંમેશા ખડે પગે રેહનાર રીય લ હીરો નુ પાર્શ્વ જ્વેલરી હાઉસ દ્રારા સન્માન કરવામાં આવ્યું હતું. આપણે જાણીએ છીએ એ મુજબ સમગ્ર વિશ્વ કોરોનાની મહામારી માં લડી રહ્યું હતું, અને આ વર્ષ ખુબજ ઉત્તર ચઢાવ વાળું રહેલ, પરંતુ આ મુશ્કેલી ભર્યા સફરમા સૌ નાગરિકોના પડખે રહીને પોલીસ વિભાગ અને સ્વાસ્થ્ય કર્મચારીઓએ ઉમદા ફરજ નિભાવી છે. રાતદિવસ જોયા વગર આપણી સુરક્ષા માટે હંમેશા ઉભા રહ્યા છે.
આ ઉમદા કાર્ય અને લોકો ની સેવામા ઉભા રેહનારાઓની શ્રી પાર્શ્વ જ્વેલરી હાઉસ દ્રારા ચાંદીની મોમેન્ટો અને માં સરસ્વતી ની મૂર્તિ આપીને એમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતગત 20 પોલીસ અધિકારી અને 40 સ્વાસ્થ્ય સલગ્ન કર્મચારી ને ચાંદીની મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પાર્શ્વ જવેલર્સ હાઉસ ના મેનેજીંગ ડાયરેક્ટર જણાવ્યું હતું કે, આ સમયે અમને મળેલ વોરિયર ને સન્માનિત કરવાની તક માટે હું ખુબજ આભારી છું, અને આ કપરા કાળ માં લોકોને કરેલ મદદ માટે તેઓને સન્માન આપીએ એ અમારા માટે ખુબજ ખુશી ની વાત છે.