20 વર્ષમાં ધોરણ 1 થી 8 નો ડ્રોપઆઉટ રેશિયો 38 % થી ઘટીને 3 % થયો
ABP ન્યૂઝ ચેનલ દ્વારા આયોજિત ‘અસ્મિતા મહાસંવાદ’ માં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ
શ્રી નરેન્દ્રભાઈએ દેશ અને દુનિયામાં વિકાસની નવી રાજનીતિ સ્થાપિત કરી : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે અમદાવાદ ખાતે ABP ન્યુઝ ચેનલ આયોજિત ‘અસ્મિતા મહાસંવાદ’ માં જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશના સુશાસનના 8 વર્ષ પૂર્ણ થયા. તેમના માર્ગદર્શનમાં હું અને મારી ટીમ વિકાસની રાજ્યના વિકાસની દિશામાં કાર્યરત રહેવા કટિબદ્ધ છીએ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ અવસરે જણાવ્યું કે, ગુજરાત વિકાસના રોલમોડલ તરીકે સમગ્ર દેશ અને દુનિયામાં પ્રસ્થાપિત થયું છે. તેમણે કહ્યું કે, શ્રી નરેન્દ્રભાઈએ દેશમાં વિકાસની રાજનીતિ આપી. શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ગુજરાતે વિકાસનો એક નવો યુગ જોયો. આજે ગુજરાતે દેશભરમાં દરેક ક્ષેત્રે વિકાસ કર્યો છે. વધુમાં તેમણે કહ્યું કે, શ્રી નરેન્દ્રભાઈએ ગામડાના છેવાડાના લોકો સુધી પાણી અને વીજળી જેવી પાયાની સુવિધાઓ પહોંચાડી છે એટલું જ નહીં વિશ્વના અનેક દેશોએ તેની નોંધ લીધી છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, શ્રી નરેન્દ્રભાઇના નેતૃત્વમાં શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષા ક્ષેત્રે ગુજરાતે ખૂબ સારું કામ કર્યું. 20 વર્ષમાં ધોરણ 1 થી 8 નો ડ્રોપઆઉટ રેશિયો 38 % થી ઘટીને 3 % થયો જે સૂચવે છે કે આપણે શિક્ષણમાં ખૂબ સારું પરીણામ લાવી શક્યા.
મુખ્યમંત્રીશ્રીએ વધુમાં કહ્યું હતું કે ગુજરાત આજે નાણાકીય વ્યવસ્થાના માપદંડોમાં ટોપ પર છે.આપણે સૌ આત્મનિર્ભર ભારત તર ફ આગળ વધવા સંકલ્પબદ્ધ બનીએ. આ પ્રસંગે વિવિધ રાજકીય તથા સામાજિક અગ્રણીઓ અને પત્રકારો સહિતના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.