ગોલવાડા ગામેથી 20 ગાયો કતલખાને જતા બચાવી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2023/12/1812-Uttar.H.panchal-1.jpg)
(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) જીવદયા પ્રેમી મનીષભાઈ સુમતીલાલ કોઠારી ખેડબ્રહ્મા વાળાને બાતમી મળતા લાંબડીયાથી પોસીના વચ્ચે ગોલવાડા ગામે ખુલ્લી જમીન મા વીસેક ગાયો બીમાર લંગડાતી ખુલ્લી તથા બીમાર હાલતમાં દેખાતા ત્યાં ઉભા રહીને ગાય સાથે રહેલા બે શખ્સ ની પૂછપરત કરતા સરખો જવાબ ના આપતા
અમો ગાયો માટે આજુબાજુ ઘાસચારો અને પાણીની તપાસ કરવા જતાં ત્યાંથી તે બંને સખ્સ ગાયોને બિનવારસી ત્યાંથી છોડીને ભાગી ગયેલા ઘણા સમય સુધી રાહ જોતા તે બંને ઈસમો ગયોને તરસી અને ભૂખી તરફડીયા મારતી છોડી ને નાસી છૂટયા હતા
અમો તેમને ઘાસચારા અને પાણી માટે લાંબડીયા માર્કેટયાર્ડ લઈ ગયેલા અને ગાયોને ઘાસચારો તથા પાણી આપેલ તથા આ ગાયોની સારવાર તથા દેખરેખ માટે મેત્રાલ ખાતે જીવદયા પાંજરાપોળ લઈ જવાની તજવીજ હાથ ધરેલી છે આ અબોલ જીવોના પ્રાણ માટે જીવદયા પ્રેમી પોતાનો જીવ જોખમ માં મૂકી મનીષભાઈ કોઠારી ઘણી જહેમત ઉઠાવી હતી. આ કામમાં પોશિનાં પોલીસ સ્ટાફ નો પૂરતો સપોર્ટ મળેલ હતો.