આ વર્ષે પતંગ દોરાના ભાવમાં ર૦ ટકાનો વધારો
ઉત્તરાયણ રસિકો માટે માઠા સમાચારઃ પ હજાર વાર ની દોરી રંગવાનો ભાવ રપ૦થી ૩૦૦ રૂપિયા છે
ગાંધીનગર, મકરસંક્રાતિ હિન્દુ ધર્મનો મુખ્ય તહેવાર છે. આ નવા વર્ષે ૧૪ જાન્યુઆરી અને ૧પમી જાન્યુઆરીના રોજ લોકો પતંગ ઉડાવીને આ તહેવારની ઉજવણી કરે છે. ત્યારે ઉત્તરાયણ રસીકો માટે માઠા સમાચાર છે. આ વર્ષે પતંગ દોરાના ભાવવમાં ર૦થીરર ટકાનો ભાવ વધારો થયો છે. રપ મી ડીસેમ્બર પછી આ વધારો કરવામાં આવશે. પ હજાર વાર ની દોરી રંગવાનો ભાવ રપ૦થી ૩૦૦ રૂપિયા છે.
મોટા શહેરમાં તો દિવાળી પછી તરત જ ઉતરાયણ ની પૂર્વ તૈયારી શરૂ થઈ જાય છે. વાંસથી કમાન બનાવાવનું અને જાતજાતના આકારના રંગની પતંગો બનાવવાનું કામ પુરજાેશમાં ચાલુ થઈ જાય છે. બીજા બાજુ દોરી રંગવાનું કામ પણ યુદ્ધના ધોરણે શરૂ થાય છે. ઉત્તરાયણ અગાઉથીી જ બાળકો તેમજ તમામ આ તહેવારો ચાહકો પતંગ અને દોરાની ખરીદી કરે છે. પતંગ કાગળ અને વાંસની લાકડીના યોગ્ય જાેડાણ દ્વારા બનાવવામાં આવે છે.
તથા દોરીની પણ ખાસ પ્રકારની બનાવટ હોય છે. જેથી કે પતંગબાજાેના પતંગ આકાશમાં વધુ સમય સુધી ટકી શકે છે. પતંગ બજારોમાં વર્ષે નવી જાતના પતંગો જાેવાવ મળે છે. ખાસ કરીને વર્ષ દરમ્યાનના બનાવો, ઘટના કે અન્યજાણીતી હસ્તીઓના નામવાળા પતંગો બનાવતા હોય છે. કોવીડ-૧૯ કાળ દરમ્યાન ગત વર્ષે એ છાપવાળા અને માસ્ક,સામાજીક અંતરના સંદેશોવાળો પતંગ બજારોમાં વેચાયા હતા. આ વર્ષે ફીલ્મોના અને ટીવી સીરીયલના નામવાળા અને રમણ-ભમણ લેરી લાલા હાવજ ના કાળજા સહીતના છાપોવાળા પતંગો જાેવા મળી રહયા છે.
કોરોના મહામારી બાદ પતંગ દોરાના ભાવમાં ઉછાળો નોધાયો છે. ગયા વર્ષે પણ પતંગ દોરાનો ભાવ આસમાને પહોચ્યા હતો જેથી પતંગ બાજાે માં ઉત્સાહ રહયો નહોતો અને બજારોમાં મંદી નો માહોલ રહયો હતો. આ વર્ષે પણ પતંગ દોરાના ભાવ પતંગ ની જેમ આસમાને પહોચી જવાવના છે. જેમાં લોકોને કોઈ પણ પ્રકારની ઢીલ મળશે નહી. ત્યારે આ વર્ષે પણ લોકોને મોઘવારી માં પીસાવાનો વારો આવ્યો છે. દિવાળીમાં પણ ફટાકડા નો ભાવ આસમાને પહોચી ગયો હતો. દરેક તહેવારમાં લોકો ને મોઘવારી નડી રહી છે જેના કારણે સાચો ઉત્સાહ જાેવા મળી રહેતો નથી.