છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨૦ હજાર ૫૫૭ નવા કેસ

નવીદિલ્હી, દેશમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો થવાનું નામ લઈ રહ્યો નથી. દરરોજ કેસના આંકડામાં ૧૫ હજારથી વધુનો વધારો થઇ રહ્યો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨૦ હજાર ૫૫૭ નવા કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના કારણે ૪૪ લોકોના મોત થયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા બાદ હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને ૧ લાખ ૪૬ હજાર ૩૨૩ થઈ ગઈ છે.
જાે આપણે દેશમાં કોરોનાના કુલ આંકડાઓ પર નજર કરીએ તો હવે આ સંખ્યા વધીને ૪ કરોડ ૩૯ લાખ ૫૯ હજાર ૩૨૧ થઈ ગઈ છે.
કોરોનાના કારણે કુલ મૃત્યુઆંક ૫ લાખ ૨૬ હજાર ૨૧૧ થઈ ગયો છે. પાછલા દિવસના આંકડા સાથે સરખામણી કરીએ તો આજનો આંકડો ગઈકાલના આંકડા કરતા વધુ છે. આગલા દિવસે દેશમાં ૧૮૩૧૩ કેસ નોંધાયા હતા. આ દરમિયાન ૫૭ લોકોએ જીવ ગુમાવ્યા છે.
જાે આપણે દર્દીઓની રિકવરી સ્થિતિ પર નજર કરીએ તો, અત્યાર સુધીમાં ૪ કરોડ ૩૨ લાખ ૮૬ હજાર ૭૮૭ દર્દીઓ આ રોગમાંથી સ્વસ્થ થયા છે. દેશમાં રસીકરણની પ્રક્રિયા પણ ઝડપથી ચાલી રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં ૪૦ લાખ ૬૯ હજાર ૨૪૧ લોકોએ રસીના ડોઝ લીધા છે, જે બાદ હવે રસીકરણની કુલ સંખ્યા વધીને ૨૦૩ કરોડ ૨૧ લાખ ૮૨ હજાર ૩૪૧ થઈ ગઈ છે.SS1MS