Western Times News

Gujarati News

૧ર વર્ષની કિશોરી પર દુષ્કર્મ ગુજારનાર શખ્સને ર૦ વર્ષની કેદની સજા

ભોગ બનનારને રૂા.૧૦.પ૦ લાખ વળતરના આપવા હુકમ

જામનગર, જામનગરમાં એક ૧ર વર્ષની કિશોરી ઉપર દુષ્કર્મ ગુજારી સગર્ભા બનાવી દેવા અંગે પકડાયેલા મોટા ખડબના હરીશ ઉર્ફે ભુવન ભુરાભાઈ ભારીયા સામેનો કેસ ચાલી જતાં પોકસો કોર્ટના જજ આરતી એ વ્યાસે તેને ર૦ વર્ષની કેદ અને રૂા.૧પ હજારના દંડની સજા કરી હતી.

અહીની બાર વર્ષની કિશોરી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. બાદમાં ભોગ બનનાર કિશોીએ તા.ર૧-૩-ર૦ર૦ના રોજ દવા પી લીધી હતી. જેથી તેને જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી. તબીબોોએ તપાસ કરરતા ભોગ બનનારને સવા માસનો ગર્ભ હોય તેવું જણાવતા ફરીયાદીએ ભોગ બનનારને પુછતા ભોગ બનનારને

આજથી સવા માસ પહેલા રાત્રીના બે વાગ્યાની આસપાસ મામાનો કુંટુંબી સાળો હરીયા ઉર્ફે ભુવન ઓરડીમાં આવેલ અને તેના મોઢા પર મુંગો દઈ બળજબરીપુર્વક દુષ્કર્મ ગુજાયું હતું. અને ધમકી આપેલ કે જાે આ બાબતે કોઈકે કહીશ તો જાનથી મારી નાખીશ. જેથી ભોગ બનનારે કોઈને જણાવેલ નહી અને બીકના લીધે દવા પી લીધી હતી.

ત્યારબાદ આરોપી હરીયા ઉર્ફે ભવન ભુરાભાઈ બારીયા રે.મોટા ખડબળવાળા લાલપુર પોલીસ સ્ટેશનમાં પોકસો સ્ હેઠળ ગુનો નોધાયો હતો. આ કામમાં સરકારી વકીલ ભારતી વી.વાદીએ ર૮ સાહેદેનો તપાસવામાં આવ્યા હતા અને દસ્તાવેજી પુરાવા રજુ કરાયા હતા.

સ્પેશીયલ કોર્ટના જજ આરતી એ. વ્યાસે આરોપીને તકસીરવાન ઠરાવી ર૦ વર્ષની સખત કેદ તથા રૂા.૧પ હજારનો દંડની સજા કરી હતી. દંડ ન ભરે તો વધુ છ માસની કેદની સજા તથા ભોગ બનનારને રૂા.સાડા દશ લાખ કમ્પનશેનના આપવા તેવો હુકમ કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.