ભત્રીજીનું અપહરણ કરી બળાત્કાર ગુજારનારા ફૂવાને ર૦ વર્ષની કેદની સજા
(એજન્સી)અમદાવાદ, શહેરના દાણીલીમડા વિસ્તારમાં રહેતી ભત્રીજીનું અપહરણ કરી બળાત્કાર ગુજારનાર ફુવાને સ્પે. પોકસો.કોર્ટે ર૦ વર્ષ કેદની સજા ફટકારી છે. સાથે સાથે કોર્ટે ભોગ બનનારને વળતર પેટે ૭ લાખ રૂપિયા ચુકવી આપવા આદેશ કર્યો છે. આરોપીની સજા ફટકારતા ચુકાદામાં કોર્ટે નોધ્યું હતું કે,
આરોપી ભોગ બનનારનો ફુવો થાય છે. જે સંબંધ પિતા-પુત્રીના સંબંધના સ્થાને આવે છે. આરોપી પરીણીત છે. અને એક દીકરીનો પિતા હોવા છતાં સ્ત્રીની લાજ લીધી છે ત્યારે આવા આરોપીને સજા કરવી ન્યાયોચીત જણાય છે.
શહેરના દાણીલીમડા વિસ્તારમાં રહેતી ૧૩ વર્ષીય રેશ્મા ઓળખ છુપાવવા નામ બદલ્યું છે. ની માતાની તબીયત સારી ન હોવાને કારણે ર૦ એપ્રીલ ર૦૧૮ના રોજ તે દવાખાને ગઈ હતી. આ દરમ્યાન પિતરાઈ ફુવો મહંમદ શકીલ રેશ્માને લગ્નની લાલચ આપી અપહરણ કરી લઈ ગયો હતો. ત્યારબાદ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગે રેશમાની માતાએ દાણીલીમડા પોલીસ મથકમાં અપહરણ, બળાત્કાર અને પોકસો એકટની જુદી-જુદી કલમ હેઠળ ફરિયાદ નોધાવતા
પોલીસે મહંમદ શકીલને ઝડપી લઈ તેની સામે ચાર્જશીટ કરી હતી. આ કેસ સ્પે.કોર્ટમાં ચાલવા પર આવતા સરકારી વકીલ કમલેશ જૈન અને ડી.એમ. ઠાકોરે પુરતા સાક્ષી તપાસી અને દસ્તાવેજી પુરાવા રજુ કરી કોર્ટને જણાવ્યું હુતં કે, આરોપીની પત્નીનું ૧૧ વર્ષ પહેલાં મૃત્યુ થઈ ગયું હતું.
આરોપી ઘટના બની તેના પહેલાં ૧પ દિવસ ભોગ બનનારના ઘરે રોકાયો હતો. ત્યારે તેને પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ અપહરણ કરી લઈ ગયો હતો અને બળાત્કાર ગુજાર્યો હતો. આરોપીને ફરીયાદી સહીતના સાક્ષીઓને ઓળખી બતાવ્યો છે.