૨૦ વર્ષ જૂના કેસમાં આદિત્ય પંચોલી દોષિત

આ કેસ ૨૦૦૫નો છે.
મુંબઈ સેશન્સ કોર્ટે પણ તેમને દોષિત ઠેરવ્યા અને મેજિસ્ટ્રેટ દ્વારા આપવામાં આવેલી સજાને સમર્થન આપ્યું
મુંબઈ,બોલિવૂડ અભિનેતા આદિત્ય પંચોલી ઘણીવાર કોઈને કોઈ વિવાદને કારણે હેડલાઇન્સમાં રહે છે. પછી ભલે તે કોઈ સેલિબ્રિટી સાથે સંબંધિત હોય કે સામાન્ય જનતા સાથે. તાજેતરમાં, મુંબઈની એક સેશન્સ કોર્ટે ૨૦ વર્ષ જૂના કેસમાં અભિનેતાને દોષિત ઠેરવ્યા છે અને પોતાનો ચુકાદો પણ સંભળાવ્યો છે. આ કેસ ૨૦૦૫નો છે. જ્યારે તે તેના એક પાડોશી સાથે પાર્કિંગને લઈને ઝઘડો કર્યાે અને તેને માર માર્યાે.એ ઝપાઝપીમાં પાડોશીનું નાક ફ્રેક્ચર થઈ ગયું.
આ પછી મામલો કોર્ટમાં પહોંચ્યો. જ્યાં આ અંગે લાંબી સુનાવણી બાદ, ૨૦૧૬ માં, અંધેરીના મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે તેમને દોષિત ઠેરવ્યા અને એક વર્ષની જેલની સજા ફટકારી. આ નિર્ણય સામે અભિનેતાએ ઉચ્ચ અદાલતમાં અરજી કરી. આ કેસ લગભગ ૮ વર્ષ સુધી ચાલ્યો અને આખરે શુક્રવારે કોર્ટે પોતાનો અંતિમ ચુકાદો આપ્યો. મુંબઈ સેશન્સ કોર્ટે પણ તેમને દોષિત ઠેરવ્યા અને મેજિસ્ટ્રેટ દ્વારા આપવામાં આવેલી સજાને સમર્થન આપ્યું.જોકે, તેમના સારા વર્તનને ધ્યાનમાં રાખીને, કોર્ટે તેમને સજામાંથી રાહત આપી અને બોન્ડ પર મુક્ત કરવાનો આદેશ આપ્યો.
કોર્ટે ૫૯ વર્ષીય અભિનેતાને પીડિત પ્રતીક પશીનને ૧.૫ લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે, જેથી તે ગુનેગારો માટે બનાવેલા પ્રોબેશન ઓફ ઓફેન્ડર્સ એક્ટનો લાભ લઈ શકે. નવેમ્બર ૨૦૧૬ માં, અંધેરી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે પંચોલીને ભારતીય દંડ સંહિતાની કલમ ૩૨૫ (ઇરાદાપૂર્વક ગંભીર ઇજા પહોંચાડવી) હેઠળ દોષિત ઠેરવ્યા હતા.જોકે, કોર્ટના આ નિર્ણયથી પંચોલીને મોટી રાહત મળી છે. આ ઘટના લગભગ બે દાયકા જૂની છે. ઓગસ્ટ ૨૦૦૫ માં, પંચોલીએ તેના પાડોશી પ્રતીક પશીન સાથે પાર્કિંગને લઈને ઝઘડો કર્યાે હતો. સાંજે જ્યારે પંચોલી ઘરે પાછો ફર્યાે, ત્યારે તેણે પોતાની પાર્કિંગ જગ્યામાં બીજી કાર ઉભી જોઈ.
આના પર તેણે પોતાની કાર પાછળ ઉભી રાખી. રાત્રે ૮ વાગ્યે, પ્રતીક પશીનના ચોકીદારે તેમને ફોન કર્યાે અને ગાડી હટાવવા કહ્યું. ઇન્ટરકોમ પર બંને વચ્ચે ઝઘડો થયો, પણ પશીન ગાડી ખસેડવા નીચે આવ્યો.આ દરમિયાન પંચોલી ત્યાં પહોંચી ગયો અને તેના પર હુમલો કર્યાે. પ્રતીક પશીને કહે છે કે જ્યારે તેના પિતા દરમિયાનગીરી કરવા આવ્યા ત્યારે પંચોલીએ તેને પણ માર માર્યાે. બીજા દિવસે, પશીને વર્સાેવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. આ કેસમાં, પંચોલીને ભારતીય દંડ સંહિતાની કલમ ૩૨૩ (ઈજા પહોંચાડવા બદલ સજા), ૩૨૫ (ગંભીર ઈજા પહોંચાડવા બદલ સજા), ૫૦૪ (શાંતિનો ભંગ કરવાના ઈરાદાથી જાણી જોઈને અપમાન) અને ૫૦૧(૨) (માનહાનિ) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.ss1