Western Times News

Gujarati News

યુવકને બાંધી યુવતીને ઝાડીમાં લઈ જઈ ગેંગરેપ કરનારા બેને 20 વર્ષની સજા

કડી પંથકમાં ચાર વર્ષ પૂર્વે ત્રણ આરોપીઓએ ગુનો આચર્યો હતો ઃ એક આરોપી હજુ પણ ફરાર હોઈ બે વિરુદ્ધ ચાર્જશીટ થઈ હતી

મહેસાણા, કડીની કરણનગર કેનાલ વિસ્તારમાં સ્કુટર અટકાવી યુવકને બાંધી દઈ યુવતી પર ત્રણ જણાએ ગેંગરેપ આચર્યાની ચાર વર્ષ પૂવ્ર્ની ઘટનામાં ઝડપાયેલા બે આરોપીઓ વિરુદ્ધ કેસ ચાલી જતાં મહેસાણાના સેશન્સ જજે બંને નરાધમોને ર૦ વર્ષની સખત કેદની સજા અને દરેકને રૂ.૬૩ હજાર દંડ ફટકાર્યો હતો.

કડી તાલુકાની એક યુવતી તા.ર૮.૧૦.૧૯ના રોજ નોકરી પુરી કરી મિત્ર યુવક સાથે એકસેસ પર બેસી ઘરે આવતા જાસપુર કેનાલથી કરણનગર વાય જંકશન કેનાલ પસાર કરી થોળ રોડથી કુંડાળ તરફ જતા હતાં ત્યારે નર્મદા કેનાલ પર આવતા જતા વાહનચાલકોને રોકીને લૂંટ તથા કોઈપણ સ્ત્રીની સાથે દુષ્કર્મ કરવાનું નકકી કરી

નંબર વગરનું પલ્સર બાઈક લઈને આવેલ ત્રણ નરાધમોએ તેમને રોકયા હતા છરી તથા ધોકો બતાવી બંનેને સ્કુટર પરથી ઉતારી કેનાલથી કરણનગર તરફ જતા કાચા રસ્તા ઉપર અવાવરું જગ્યાએ લઈ જઈ યુવતીના દુપટ્ટાથી યુવકના પગ બાંધી દઈ રૂમાલથી મોઢું બાંધી બંધક બનાવી દીધો હતો

અને ત્રણેય નરાધમોએ યુવતી પર વારાફરથી દુષ્કર્મ આચર્યું હતું. યુવક પાસેથી રૂ.૪૦૦૦ તથા હેલમેટ લુંટી લઈ છરી બતાવી બંનેને જાનથી મારી નાખવાની ધમકી આપી જતા રહ્યા હતા.

આ કેસના આરોપી સિન્ધિ (ડફેર) અકબર ઉર્ફે લુલો ઉર્ફે કનુ શાહુ મામદ (રહે. વાસવા, બહુચરમાતાના મંદિર પાસે સીમમાં, તા.વિરમગામ, જિ.અમદાવાદ) અને સિન્ધી (ડફેર) હનિફ ઉર્ફે જનિફ ઉર્ફે વાંઢો કાલુભાઈ હસનભાઈ (રહે. એંદલા આંકડી ગામની સીમમાં, તા.માંડલ, જિ.અમદાવાદ)ને પોલીસે ઝડપી લીધા હતા.

જયારે ત્રીજાે આરોપી ઈમરાન ઉર્ફે ભમરિયો જમાલ સંધી (ડફેર) (રહે. ગેડિયા, તા.પાટડી), જિ.સુરેન્દ્રનગર) હજુ પણ ફરાર છે. ઝડપાયેલા બે આરોપી સામે ચાર્જશીટ ફ્રેમ થતાં કેસ ચાલ્યો હતો જેમાં સરકારી વકીલ ચેલજીભાઈ બી. ચૌધરીએ કોર્ટમાં ૩ર જેટલા દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા અને રપથી વધુ સાહેદો તપાસી દલીલો કરી હતી.

જે દલીલો અને પુરાવા ગ્રાહ્ય રાખી મહેસાણાના સેશન્સ જજ ઝેડ.વી. ત્રિવેદીએ બંને આરોપીઓને ર૦ વર્ષની સખત કેદની સજા અને રૂ.૬૩-૬૩ હજારનો દંડ ફટકાર્યો હતો. દંડની રકમમાંથી ભોગ બનનારને રૂ.૧ લાખ વળતર ચુકવવાનો આદેશ પણ કોર્ટે કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.