Western Times News

Gujarati News

200 કરોડની જીએસટી ચોરીમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા ડ્રાઈવરનું નામ ખુલ્યું

બસો કરોડની કર ચોરીનો આરોપી ચાર હજારનો પગાર દાર ઝૂંપડપટ્ટીમાં રહેતા ડ્રાઈવરના દસ્તાવેજોના ઉપયોગ થી ભેજબાજે 200 કરોડ ની કર ચોરી કરી. -ભરૂચ માં જીએસટી ની ટિમ ને વિલા મોઢે પાછું ફરવું પડ્યું.

(વિરલ રાણા, ભરૂચ), જીએસટી સત્તધીશોએ રાજ્ય ભરમાં એક સાથે 282 સ્થળોએ દરોડા પાડી ને 6030 કરોડનું બોગસ બીલિંગ પકડી પડયાની જાહેરાત કરી હતી.ભરૂચ ના ગોહિલ એન્ટરપ્રાઇઝે રૂપિયા 200 કરોડની કર ચોરી કરી હોવાનો ખુલાસો થયો હતો.પરંતુ જેની સામે આટલી મોટી કર ચોરી નો આક્ષેપ છે તે યુવક માત્ર રૂપિયા 4 હજારના પગારદાર નો ડ્રાઇવર છે.આ યુવકના દસ્તાવેજોનો દૂર ઉપયોગ કરીને કેટલાક અજાણ્યા ભેજબાજોએ કંપની ખોલીને કર ચોરી કરી હતી.કર ચોરી કરનારા પકડાયા નથી અને પરિવાર નું માંડ માંડ ગુજરાન ચલાવતા અને ઝૂંપડપટ્ટી માં રહેતા યુવક ને ત્યાં દરોડા પાડવા ગયેલી ટીમને વીલા મોઢે પાછા ફરવું પડ્યું હતું.

આ કૌભાંડમાં ભરૂચ ની ગોહિલ એન્ટરપ્રાઇઝે ઓન લાઈન બિઝનેસ કરી રૂપિયા 200 કરોડ ની જી એસ ટી ચોરી કર્યા નો ખુલાસો થયો છે. પરંતુ ગોહિલ એન્ટરપ્રાઇઝ ના નામે રૂપિયા 200 કરોડ ની જીએસટી ચોરીના કૌભાંડ કેટલાક અજાણ્યા ભેજબાજો કરી ગયા જેનો આક્ષેપ ભરૂચ ના ઝપડપટ્ટી વિસ્તારમાં રહેતા અને ડ્રાઇવિંગ કરીને ગુજરાન ચલાવતા ગરીબ યુવાન સુરેશ ગોહિલ પર લાગ્યો છે.

હપ્તા પર લીધેલો મોબાઈલ પણ ભોગનાનાર નો કબ્જે લેતી જી.એસ.ટી વિભાગ ની ટીમ.
અત્યંત સ્લ્મ વિસ્તાર એવા વસંત મીલ ની ચાલ ના ઝુંપડા માં રહેતા ગરીબ અને રોજ નું લાવી રોજ નું ખાનાર સુરેશ ગોહિલ ઉપર બસો કરોડ ના કર ચોરી ના આરોપ માં માંડ માંડ હપ્તે થી લીધેલો એન્ડ્રોઈડ મોબાઈલ પણ જી.એસ.ટી વિભાગ ની ટીમે કબ્જે લેતા ભોગબનનાર સુરેશ ગોહિલ ની હાલત માં અત્યંત કફોડી બની છે.

ભરૂચ અને નડિયાદ જીએસટી વિભાગના અધિકારીઓ એ તપાસ કરતા ગોહિલ એન્ટરપ્રાઇઝ ના નામે રૂપિયા 200 કરોડની જીએસટી ચોરી કરનાર કંપનીનો મલિક વસંત મિલની ચાલ ના ઝૂંપડામાં પરિવાર સાથે રહેતો અને છૂટક ગાડીઓની વર્ધિઓ કરી માસિક રૂપિયા 4000 કમાનાર સુરેશ ધુણાભાઈ ગોહિલ નીકળતા સમન્સ લઈ ને સર્ચ ઓપરેશન કરવા આવેલા અધિકરીઓ પણ ભોઠા પડી ગયા હતા.

સુરેશ ની તપાસ દરમ્યાન જીએસટી ની ટિમ દ્વારા અમિત જાડેજા નામના શખ્સ ની પણ પૂછપરછ કરવામાં આવી હતી.ત્રણ ચોપડી પાસ યુવક જીએસટી નો અર્થ પણ જાણતો નથી ત્યારે 200 કરોડ રૂપિયાની જીએસટી ચોરી નો જેના પર આક્ષેપ છે તે સુરેશ ગોહિલે કહ્યું કે તે માત્ર ત્રણ ચોપડી ભણેલ છે.જીએસટી શુ છે તેની પણ તેને ખબર નથી જોકે હજુ પણ વધુ તપાસ માટે તેને તારીખ 2/7/2019 મંગળવારના રોજ ભરૂચ જીએસટી કચેરીએ તપાસ અર્થે બોલાવવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે સુરેશ ગોહિલ ના ડોક્યુમેન્ટ નો કેટલાક અજાણ્યા ભેજાબાજો એ ઉપયોગ કરી ગોહિલ એન્ટરપ્રાઈઝ ના નામે 200 કરોડ ની કર ચોરી કરી હોવાની ઘટના પ્રકાશ માં આવતા હવે લોકો પણ પોતાના અગત્ય ના ડોક્યુમેન્ટ અજાણ્યા તત્વો ને ન આપવાની અપીલ પણ ભરૂચ જીએસટી ડેપ્યુટી કમિશ્નર એમ એ કવટકરે મીડિયા સમક્ષ અપીલ કરી હતી.

હાલ તો જીએસટી ની ટીમે ભોગ બનનાર સુરેશ ગોહિલ ના ઘરે છાપો મારી તેની બેન્ક ની પાસ બુક સહીત ના અગત્ય ના ડોક્યુમેન્ટ તથા મોબાઈલ કબ્જે લઈ તપાસ નો ધમધમાટ શરૂ કર્યો છે ત્યારે અજાણ્યા ભેજાબાજો ને કારનામાનો ભોગ એક ગરીબ પરિવાર નો દીકરો બનતા હવે તેને સમગ્ર ઘટના માં કોર્ટ કચેરી ના આંટા ફેરા સાથે રૂપિયા નું પાણી કરવું પડશે તેમ પણ ચર્ચાઈ રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.