200 ગેસના સિલિન્ડર ભરેલા ગોડાઉન નજીક આગ લાગવાથી અફરા તફરી મચી
ડુંગર ઉપર એકાએક આગ ફાટી નીકળતા અફડાતફડી મચી-ઇડરથી ફાયરબ્રિગ્રેડની ટીમ બોલાવતા કલાકોની જહેમત બાદ આગ કાબૂમાં આવતા સ્થાનિકોમાં રાહત
(તસ્વીરઃ કૌશિક પટેલ, મોડાસા) આજે બપોરે વિજયનગરમાં પીવાના પાણીની સાર્વજનિક ટાંકી પાછળના જંગલમાં ડુંગર ઉપર બપોરે એકાએક ભીષણ આગ ફાટી નીકળી હતી અને જોતજોતામાં જ સુક્કીભઠ્ઠ વનરાજી ભડભડ. સળગી ઉઠતા એના.
આગના ધુમાડા ગામમાં નજીકની વસતીમાં દેખા દેતા રહીશોએ જે મળ્યું એમાં પાણી લાવી આગ ઓલવવા પાણીનો મારો ચલાવ્યો હતો પરંતુ પવનને કારણે આજે જોતજોતામાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ઈડરથી ફાયરબ્રિગ્રેડની ગાડી બોલાવાતા કલાકોની જહેમત બાદ આગ કાબૂમાં આવતા સ્થાનિકોએ રાહતના શ્વાસ લીધા હતા.
આગની જાણ થતાં તાલુકા વિકાસ અધિકારીક અને વિજયનગર ગ્રામ પંચાયતના તલાટી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગનું રૌદ્ર સ્વરૂપ જોતા અને ગામ નજીક હોવાથી આગ આ ભીષણ આગને તાત્કાલિક કાબૂમાં લેવા માટે. ઇડરથી તાબડતોબ ફાયરબ્રિગ્રેડની ગાડી બોલવાતા ફાયરબ્રિગ્રેડની ટીમે કામે લાગી જઈને પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી હતી.
ગામની બિલકુલ નજીક પાણીની ટાંકીના પાસે જ જ્યાં ડુંગરે આ આગ લાગી હતી ત્યાં. પાસે જ રાંધણ ગેસના 200 સિલિન્ડર ભરેલ એક એજન્સીનું ગોડાઉન હોવાથી તેમજ નજીકમાં સીએનજી ગેસનો પંપ અને પેટ્રોલનો પંપ હોવાથી જો તો આજે વિજયનગરમાં વિકરાળ એનો ભરડો લે તે પહેલા આગ કાબૂમાં લેવાઈ હતી જેથી ખુબ જ મોટું નુકસાન થતું અટકાવી શકાયુ હતું.
ગામની વસતી વચ્ચે જ આગ લાગી હોવાથી સ્થાનિકોના જીવ તાળવે ચોંટી ગયા હતા અને લોકોના ટોળેટોળા ઘટના સ્થળે એક્ત્ર થઈ ગયા હતા પરંતુ ફાયરબ્રિગ્રેડ તેમજ સ્થાનિકોએ શરૂઆતમાં પાણીનો મારો ચલવતા અંતે વિકરાળ આગ કાબૂમાં આવતા સૌએ રાહતના શ્વાસ લીધા હતા.