Western Times News

Gujarati News

કારની સ્પીડ મામલે પહેલીવાર નિયમના ભંગ બદલ ૨૦૦૦નો દંડ, બીજી વાર ૪૦૦૦

અમદાવાદ, હવે તમે સરખેજ-ગાંધીનગર રોડ, સિંધુ ભવન રોડ અથવા સરદાર પટેલ રિંગ રોડ કે પછી સિંધુ ભવન રોડની સમાંતર રોડ પર કાર ચલાવો તો એક વાત સુનિશ્ચિત કરજાે કે તમારી કારની સ્પીડ ૭૦ કિલોમીટર પ્રતિ કલાકથી વધુ ન હોય.

જાે એવું થશે તો તમારે મસમોટો દંડ ભરવાનો વારો આવી શકે છે. કારણ કે રાજ્ય સરકારે પંદરમી ઓક્ટોબરના રોજ ફરીથી વિવિધ પ્રકારના વાહનો માટે સ્પીડ લિમિટ મર્યાદા જાહેર કરી છે. બે વાર દંડ થયા પછી ત્રીજી વખત આ નિયમનું પાલન નહીં કરો તો તમારું લાઈસન્સ પણ રદ્દ થઈ શકે છે. શહેર પોલીસે આ સ્પીડ લિમિટ્‌સને તેમના અધિકારક્ષેત્રોમાં લાગુ કરવાનું નક્કી કર્યુ છે.

નોટિફિકેશનમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે શહેરની સીમાની અંદર કારની મહત્તમ સ્પીડ ૭૦ kmphની જ હોવી જાેઈએ. એવું પણ નક્કી કરવામાં આવ્યું છે કે, ૧૦૦થી વધુ ડિસપ્લેસમેન્ટ ધરાવતી બાઈકોની સ્પીડ લિમિટ ૬૦ kmph અને ૧૦૦KMPH થી ઓછી ડિસપ્લેટમેન્ટ ધરાવતી બાઈકની સ્પીડ લિમિટ ૫૦kmph નક્કી કરવામાં આવી છે.

સાથે જ શહેર ટ્રાફિક પોલીસે એસજી રોડ, એસપી રિંગ રોડ અને સિંધુ ભવન રોડ તથા તેને સમાંતર રસ્તાઓ પર સ્પીડગન સાથે આઠ ઈન્ટરસેપ્ટર તૈનાત કર્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે, જાે કોઈ પહેલીવાર આ ગુના હેઠળ ઝડપાશે તો રુપિયા ૨૦૦૦નો દંડ થશે. એ પછી બીજી વાર પકડાશે તો રુપિયા ૪૦૦૦નો દંડ થશે. જ્યારે ત્રીજી વાર પકડાશે તો લાઈસન્સ રદ્દ કરવામાં આવશે.

અધિકારીઓએ એવું પણ જણાવ્યું હતું કે, એસપી રિંગ રોડ અને સરખેજ-ગાંધીનગર રોડ શહેરની સીમામાં છે, એટલે મહત્તમ સ્પીડ ૭૦ kmph હોવી જાેઈએ. નોટિફિકેશનમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, એક્સપ્રેસવે પર કારની સ્પીડ લિમિટ ૧૨૦ kmph છે. ડિવાઈડરવાળા હાઈવે અને ફોર લેન કે તેથી વધુ લેનવાળા હાઈવે પર કારની સ્પીડ લિમિટ ૮૦ kmph છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.