૨૦૦૦ની નોટ જમા કરવાની તારીખ હવે નજીક
નવી દિલ્હી, ભારતીય રિઝર્વ બેન્કે ૨૦૦૦ રૂપિયાની નોટને જમા કરાવવા માટે ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૩ની ડેડલાઈન નક્કી કરી છે. જાે તમારી પાસે હજુ પણ ૨૦૦૦ રૂપિયાની નોટ હોય તો આને ડેડલાઈન પહેલા બેન્કોમાં જમા કરાવી દેજાે. કેમ કે ૨૦૦૦ રૂપિયાની નોટને જમા કરાવવાની ડેડલાઈન સરકાર લંબાવાની નથી.
ભારતીય રિઝર્વ બેન્કે મે મહિનામાં સૌથી મોટી કરન્સી ૨૦૦૦ રૂપિયાની નોટ પર ર્નિણય લીધો હતો, જાેકે રિઝર્વ બેન્કે કહ્યુ હતુ કે ૨૦૦૦ રૂપિયાની નોટ ૩૦ સપ્ટેમ્બર સુધી માન્ય રહેશે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ ૨૦૦૦ રૂપિયાના નોટને ક્લીન નોટ પોલિસી હેઠળ બંધ કરવાનો ર્નિણય કર્યો હતો.
આ પોલિસી હેઠળ આરબીઆઈ ધીમે-ધીમે ૨૦૦૦ની નોટ બજારમાંથી પાછી મંગાવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૮ નવેમ્બર ૨૦૧૬એ દેશમાં નોટબંધીનું એલાન કર્યુ હતુ ત્યારે ૫૦૦ અને ૧૦૦૦ ની નોટ ચલણમાં રદ કરી દેવાઈ હતી.
સરકારના આ ર્નિણયથી દેશમાં ખૂબ હાહાકાર મચી ગયો હતો, પરંતુ બાદમાં નવી નોટ કરન્સી માર્કેટનો ભાગ બની. સરકારે ૨૦૦, ૫૦૦ અને ૨૦૦૦ની નોટ લોન્ચ કરી હતી પરંતુ હવે આમાંથી ૨ હજારની નોટ પાછી મંગાવવામાં આવી છે. જાે તમારી પાસે પણ ૨૦૦૦ રૂપિયાની નોટ હોય તો ૩૦ સપ્ટેમ્બર પહેલા જમા કરાવી દેજાે. બાદમાં આ નોટ કોઈ કામની નહીં રહે.SS1MS