2000ની રૂ.૭,૭પપ કરોડની નોટો હજુ જનતા પાસે છેઃ RBI
રૂ.ર,૦૦૦ ની ૯૭.૮ર% ચલણી નોટ બેંકિંગ સીસ્ટમમાં પરત આવી ગઈ
(એજન્સી)મુંબઈ, રીઝર્વ બેકે સોમવારે જણાવ્યું હતું કે રૂ.ર,૦૦૦ની ૯૭.૮ર ટકા ચલણી નોટ બેકીગ સીસ્ટમમાં પરત આવી ચુકી છે. હવે માત્ર રૂ.૭,૭પપ કરોડની નોટ જનતા પાસે છે. ૧૯મે, ર૦ર૩ ના રોજ રીઝર્વ બેકે રૂ.ર,૦૦૦ નોટ પાછી ખેચવાની જાહેરાત કરી ત્યારે રૂ.૩.પ૬ લાખ કરોડનો નોટ સકર્યુલેશનમાં હતી.
રીઝર્વ બેકના જણાવ્યા અનુસાર ૧૯ મે ર૦ર૩થી અત્યાર સુધીમાં રૂ.ર,૦૦૦ની ૯૭.૮ર ટકા નોટ બેકીગ સીસ્ટમમાં પરત આવી ચુકી છે. ઉલ્લેખનીય છે કે, રૂ.ર,૦૦૦ની નોટ જમા કે એકસચેન્જ કરવાની સુવિધા ૭ ઓકટોબર, ર૦ર૩ સુધી તમામ બેકોની શાખામાં ૭ ઓકટોબર, ર૦ર૩ સુધી ઉપલબ્ધ હતી. જોકે, ત્યાર પછી માત્ર દેશભરની રીઝર્વવ બેકમાં જ આ નોટ બદલાવવાની સુવિધા છે.
અત્યારે રીઝર્વ બેકની ૧૯ ઈશ્યુ ઓફીસમાં રૂ.ર,૦૦૦ની નોટ બદલી શકાય છે. ૯ ઓકટોબર, ર૦ર૩થી રીઝર્વ બેકની વિવિધવ ઈશ્યુ ઓફીસ વ્યકિતઓ અને વિવિધવ એન્ટીટી પાસેથી તેમના બેક ખાતામાં જમા કરવા રૂ.ર,૦૦૦ની નોટ સ્વીકારે છે.
લોકો ઈન્ડીયા પોસ્ટ દ્વારા દેશની કોઈ પણ પોસ્ટઓફીસથી રૂ.જર,૦૦૦ની નોટ રીઝર્વ બેકની કોઈ પણ ઈશ્યુ ઓફીસને મોકલાવી તેના નાણાં પોતાના બેક ખાતામાં જમા મેળવી શકે છે. રીઝર્વ બેકે દેશભરમાં અમદાવાદ, બેગ્લુરુ, બેલાપુર, ભોપાલ, ભુબનેશ્વવર ચંદીગઢ, ચેન્નાઈ, ગુવાહાટી, હૈદરબાદ, બેગ્લુરુ જમ્મુ કાનપુર કોલકત્તા, લખનઉ, મુંબઈ, નાગપુરા, નવી દિલ્હી પટના અને તિરૂવનંતપુરમમાં ઈશ્યુ ઓફીસ ધરાવવે છે.