Western Times News

Gujarati News

2020ના મધ્યથી વર્તમાન માળખાની ઉપયોગિતા વધારીને KG-D6 પ્રોજેકટથી નવું ઉત્પાદન ટ્રેક પર

મુંબઈ, ભારતના પૂર્વ કિનારે આવેલા KG-D6 બ્લોક (કેજી-ડીડબલ્યુએન -98/3)ના D1/D3 ફિલ્ડથી આયોજિત રીતે ઉત્પાદન બંધ કરી દીધું છે  એવી પુષ્ટિ આરઆઈએલ-બીપી સંયુક્ત સાહસ દ્વારા આજે કરવામાં આવી છે. D1/D3 ફિલ્ડ દેશનું સૌપ્રથમ ડીપવોટર ગેસ ફિલ્ડ હતું જેમાંથી એપ્રિલ 2009માં ગેસનું ઉત્પાદન શરુ  કરાયું હતું.

વર્ષ 2015માં પ્રેશર અને પાણી આવી જવાના કારણોસર ઉત્પાદન બંધ કર્યું હોત પણ આરઆઈએલ-બીપી સંયુક્ત સાહસ દ્વારા D1/D3 ફિલ્ડથી ઉત્પાદનને આગળ વધારવા સફળતાપૂર્વક કામ કરવામાં આવ્યું છે. ઇનોવેશન અને નવા જ પ્રકારના ઉપાયો દ્વારા, ફિલ્ડનું આયુષ્ય લગભગ પાંચ વર્ષ, ફેબ્રુઆરી 2020 સુધી લંબાવવામાં આવ્યું, જેના લીધે ફિલ્ડમાંથી મહત્તમ ઉત્પાદન પુનઃપ્રાપ્ય થઇ શક્યું.

KG D6 બ્લોકમાં કુલ 3 લાખ કરોડ કયૂબિક ફીટને સમકક્ષ જથ્થો નીકળ્યો હતો, જેના લીધે એનર્જીની આયાતમાં 30 અબજ ડોલરની બચત થઇ હતી. આ ક્ષેત્રોએ ઓપરેશનલ કામગીરીના સંદર્ભમાં પણ ઘણા વૈશ્વિક બેંચમાર્ક સ્થાપ્યા છે જેમાં 99.9% અપટાઇમ સહિત અને 100% કોઈપણ ઘટનામુક્ત કામગીરી સામેલ છે.

અગાઉથી જ જણાવ્યા મુજબ, આ સંયુક્ત સાહસે ત્રણ પ્રોજેક્ટ –  ક્લસ્ટર, સેટેલાઇટ ક્લસ્ટર અને MJ ફિલ્ડ્સમાં રહેલા રિઝર્વમાંથી 3 ટ્રિલિયન કયૂબિક ફીટને સમકક્ષ જથ્થાના ઉત્પાદન માટે 5 અબજ ડોલર (રૂ. 35,000 કરોડ)ના રોકાણનો વાયદો કર્યો છે. આ પ્રોજેક્ટ્સ હાલના ગેસ ઉત્પાદનની માળખાકીય સુવિધાઓનો ઉપયોગ કરશે. વધુમાં, આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુસંગત વિસ્તારોમાંથી થતી કોઈપણ શોધના વિકાસ કેન્દ્ર તરીકે કાર્ય કરી શકે છે.

આ ફિલ્ડમાંથી ગેસનો પ્રથમ જથ્થો 2020ના મધ્યમાં અપેક્ષિત છે. આ ત્રણ ફિલ્ડમાંથી મહત્તમ ઉત્પાદન દરરોજ 1 બીસીએફઇ(BCFe) સુધી પહોંચવાની અપેક્ષા છે, જે ભારતની માંગના આશરે 15% જેટલું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.