Western Times News

Gujarati News

૨૦૨૦ ફિલ્મી કરિયર અને પર્સનલ લાઇફ માટે ખૂબ જ અશુભ રહ્યું: Sara ali khan

મુંબઈ, Sara Ali Khan હિન્દી સિનેમાની ટેલેન્ટેડ એક્ટ્રેસીસમાંથી એક છે. તે સૈફ અલી ખાનની દીકરી છે, પરંતુ તેને કોઈ ઓળખની જરૂર નથી. પટૌડી પરિવારની નવાબઝાદીએ સુશાંત સિંહ રાજપૂત સિંહ સાથે બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ પછી તે રણવીર સિંહ સાથે સિમ્બામાં પણ જાેવા મળી હતી. એક્ટ્રેસ પોતાના નટખટ અંદાજથી લોકોને ખૂબ પ્રભાવિત કરતી રહે છે.

હાલમાં જ તેણે ગત વર્ષ ૨૦૨૦ વિશે વાત કરી હતી અને તેને અશુભ પણ ગણાવ્યું હતું. જાેકે સારા અલી ખાન ઘણા મુદ્દાઓ પર વાત કરે છે. તેના રિલેશનશિપ અને બ્રેકઅપની ચર્ચા પણ ઘણી વખત થઈ છે, પરંતુ હવે તેણે ખુલ્લેઆમ તેમના બ્રેકઅપની વાત કરી છે. 2020 was very inauspicious for film career and personal life: Sara Ali Khan

એક્ટ્રેસે કહ્યું કે વર્ષ ૨૦૨૦ તેની ફિલ્મી કરિયર અને પર્સનલ લાઇફ માટે ખૂબ જ અશુભ રહ્યું. સારાએ કહ્યું હતું કે ૨૦૨૦ની શરૂઆતમાં જ તેનું બ્રેકઅપ થયું હતું. સારા અલી ખાને તાજેતરમાં રણવીર અલ્લાહબાદિયાના પોડકાસ્ટ શોમાં ઘણી વાતો કરી હતી.

આ દરમિયાન તેણે કહ્યું કે, વર્ષ ૨૦૨૦ તેના માટે સૌથી ખરાબ વર્ષોમાંથી એક રહ્યું છે. તેની શરૂઆત મારા બ્રેકઅપથી થઈ, ત્યારબાદ ફિલ્મો ન ચાલી જે પણ નિરાશાજનક હતી. આ વર્ષનો મોટાભાગનો સમય ઈન્ટરનેટ પર વિત્યો, લવ આજ કલમાં મારા ખરાબ પ્રદર્શનને કારણે મને ટ્રોલનો પણ સામનો કરવો પડ્યો.

આગળ સારાએ કહ્યું, કેટલીકવાર તમને લાગે છે કે તમે તેના લાયક છો, જ્યારે બધું ખૂબ જ ખરાબ થઈ જાય છે. સારા અલી ખાને આગળ કહ્યું, ‘સોશિયલ મીડિયા પર ઘણું સહન કર્યું અને જાેયું, પરંતુ તેનાથી કોઈ ફરક પડતો નથી.

તમે કદાચ ઉદાસી, થાકેલા, ડરેલા, નર્વસ હશો, જ્યારે સોશિયલ મીડિયા પર ૨૦ લોકો આ વાંચી રહ્યા હોય ત્યારે શું વાંધો છે અને તમારો ગુસ્સો અંદરથી જ્વાળામુખીની જેમ ફૂટી રહ્યો છે કારણ કે તમે પોતે જ ખૂબ પરેશાન છો. તેનાથી કોઈ ફરક પડતો નથી’.

ફિલ્મ લવ આજ કલના શૂટિંગ દરમિયાન સારા અલી ખાન અને કાર્તિક આર્યન એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની ઘણી ચર્ચાઓ થઈ હતી. ત્યારબાદ થોડા સમય પહેલા આ એક્ટ્રેસનું નામ ક્રિકેટર શુભમન ગિલ સાથે પણ જાેડાયું હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.