Western Times News

Gujarati News

2021ના પ્રથમ ક્વાર્ટર સુધી 50 કરોડ લોકોને અપાશે ડોઝ

જિનેવા, કોરોના મહામારીના પ્રકોપ વચ્ચે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના આ સમાચાર તમને રાહત આપી શકે છે. WHOએ આશા વ્યક્ત કરી છે કે 2021ના પ્રથમ ક્વાર્ટર સુધી 50 કરોડ લોકોને વેક્સિનના ડોઝ આપવામાં આવશે. સંગઠને શુક્રવારે વેક્સિન વિતરણના રોડમેપ જારી કરતા કહ્યુ કે, COVAX કાર્યક્રમમાં સામેલ 189 દેશોમાં રસીના સમાન વિતરણને નક્કી કરવાનો પ્રયાસ કરવામાં આવશે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યુ કે, વેક્સિન વિતરણના પ્રારંભિક તબક્કામાં વધુ જોખમ વાળા ક્ષેત્રને પ્રાથમિકતા આપવામાં આવી છે. પ્રથમ તબક્કામાં હેલ્થવર્કર્સ બાદ ફ્રંટ લાઇન પર કામ કરનાર લોકોને આ વેક્સિન ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ બંન્ને ગ્રુપને વેક્સિન આપ્યા બાદ સીનિયર સીટિઝનને નક્કી કરવામાં આવશે. ડબ્લ્યૂએચઓનું કહેવું છે કે પ્રથમ તબક્કામાં વિશ્વના આશરે 20 ટકા લોકોને વેક્સિનના ડોઝ ઉપલબ્ધ કરાવવાનું લક્ષ્ય છે.

WHOના મુખ્ય વૈજ્ઞાનિક ડો. સૌમ્યા સ્વામીનાથનનું કહેવું છે કે કોરોના વાયરસના હાઈ ઝોનમાં રહેતા 20 ટકા લોકો પર તેમની પ્રથમ નજર છે. તેમાં સ્વાસ્થ્ય કર્મી અને 60 વર્ષથી ઉપરની ઉંમરના લોકો સામેલ છે. મહત્વનું છે કે દુનિયામાં કોરોના મહામારીના ઉપચારમાં લાગેલા લાખો કર્મચારી પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. બીજુ કોરોના વાયરસથી વધુ મૃત્યુ વૃદ્ધ લોકોના થઈ રહ્યાં છે. ખાસ કરીને 60 વર્ષથી ઉપરની ઉંમરના લોકો પર કોરોના વાયરસનો વધુ પ્રકોપ રહ્યો છે. તેનું મોટું કારણ તેની નબળી ઇમ્યુન સિસ્ટમ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.