Western Times News

Gujarati News

2021ના ફેબ્રુઆરીમાં થઇ શકે છે યુદ્ધ : દિલ્હીની ભવિષ્યવેત્તાએ કરી આગાહી

નવી દિલ્હી, 2021ના ફેબ્રુઆરી-માર્ચની આસપાસ ચીન અથવા પાકિસ્તાન સાથે યુદ્ધ થઇ શકે છે એવી આગાહી પાટનગર નવી દિલ્હીની એક ભવિષ્યવેત્તા મનીજા આહુજાએ કરી હતી

તેમણે કહ્યું હતું કે 2021ના ફેબ્રુઆરીની 12મીથી 27મી આ બાબતમાં ખૂબ સંવેદનશીલ જણાતી હતી. નવેંબરથી ચીન સાથેના સંબંધો વધુ ખરાબ થવા લાગશે અને એની પ્રતિકૂળ અસર 2021ના ફેબ્રુઆરી માર્ચમાં દેખાશે. ચીન અને પાકિસ્તાન બંને સાથે યુદ્ધ થવાની શક્યતા હતી.

આ યુદ્ધમાં ભારતને ખૂબ નુકસાન થશે પરંતુ ભારતનો વિજય થશે. ચીન અને પાકિસ્તાન બંનેનો પરાજય નક્કી છે. આ યુદ્ધમાં અમેરિકા ભારતને સાથ આપશે.

અત્યાર અગાઉ મનીજાની કોરોના વાઇરસ વિશેની આગાહી સાચી પડી હતી. તેણે કહ્યું હતું કે 2020થી ખંડ પ્રલયયુગ શરૂ થયો  હતો. આગામી દસ વર્ષ આખી દુનિયા માટે નકારાત્મક પરિણામો લાવનારાં નીવડશે. ખાસ કરીને 2026 સુધી કુદરતી આપત્તિઓ, યુદ્ધો અને સરહદી વિવાદો કેન્દ્રમાં રહેશે.

મનીજાએ વધુમાં કહ્યું હતું કે સૌથી વધુ ખરાબ સમય ચીન માટે છે. ચીને આગામી દસ વર્ષ વિપરિત પરિસ્થિતિઓનો સામનો કરવાની ફરજ પડશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.