2023 સુધીમાં રિટેલ અને SME વ્યવસાય બમણો કરવાનો યસ બેંકનો ઉદ્દેશ
રિટેલ લોન, ડિપોઝિટ, નવા CASA ખાતાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું
યસ બેંકનો ઉદ્દેશ ડિસેમ્બર, 2023 સુધીમાં એની જવાબદારીઓ, રિટેલ એસેટ્સ અને SME વ્યવસાયને બમણો કરવાનો છે. બેંકે ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળા (ઓક્ટોબરથી ડિસેમ્બર)માં રિટેલ અને સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગસાહસિકો (MSMEs)ને રૂ. 10,000 કરોડની લોનનું વિતરણ કરવાની યોજના બનાવી છે.
યસ બેંકે ઓક્ટોબરમાં લોનનું અત્યાર સુધીનું સૌથી વધુ વિતરણ કર્યું છે અને ત્રીજા ત્રિમાસિક ગાળાના બાકીના મહિનાઓમાં પણ લોનનું સારું વિતરણ થવાની આશા છે. આ વૃદ્ધિ બીજા ત્રિમાસિક ગાળા (જુલાઈથી સપ્ટેમ્બર)માં રૂ. 6,500 કરોડથી રૂ. 6,800 કરોડની વહેંચણી પછી થઈ છે.
યસ બેંકના રિટેલ બિઝનેસના ગ્લોબલ હેડ રાજન પેન્ટલે કહ્યું હતું કે, “અમે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 30,000થી 35,000 એકાઉન્ટ ખોલ્યાં હતાં, બીજા ત્રિમાસિક ગાળામાં 1.5 લાખથી વધારે એકાઉન્ટ ખોલ્યાં હતાં અને બેંકના શ્રેષ્ઠ સમયગાળા જેવી કામગીરી કરી હતી. ઓક્ટોબરમાં અમે 70,000 એકાઉન્ટ ખોલ્યાં હતાં, આ બેંક માટે પ્રેરક આંકડો હતો.”
યસ બેંકએ નવા કરન્ટ અને સેવિંગ્સ એકાઉન્ટ ઉમેરી અને લોનનું વિતરણ વધારીને રિટેલ લોન અને ડિપોઝિટ પર એનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
તેમણે ઉમેર્યું હતું કે, “અમે 1 લાખ ગ્રાહકો મેળવવા આતુર છીએ અને અમારા ગ્રાહકોએ બેંકમાં ઘણો વિશ્વાસ દર્શાવ્યો છે. એ જ રીતે અમારી રિટેલ અને MSME વિતરણ પણ દર ત્રિમાસિક ગાળે વધી રહ્યું છે અને અમે ત્રીજા ત્રિમાસિક ગાળાના અંતે રૂ. 10,000 કરોડની લોનનો આંકડો હાંસલ કરવાના માર્ગે અગ્રેસર છીએ.”
યસ બેંકને નવી લોન મુખ્યત્વે ઓટો, પર્સનલ અને હોમ લોન સેગમેન્ટ તેમજ કમર્શિયલ વ્હિકલ્સ અને ઇક્વિપમેન્ટ ફાઇનાન્સિંગ દ્વારા મળવાની આશા છે, જે હાલ એની રિટેલ લોનમાં અડધોઅડધ હિસ્સો ધરાવે છે. બેંકે એના ઘણા ગ્રાહકોને પરત મેળવવામાં સફળતા પણ મેળવી છે તથા કામગીરી બેંકમાં ગ્રાહકોનો વિશ્વાસ અને ભરોસો સૂચવે છે.
ઉપરાંત યસ બેંકે તાજેતરમાં પ્રીમિયમ બેંકિંગ પ્રોગ્રામ યસ પ્રેમિઆ પર નવેસરથી ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જે નાનાં વ્યવસાયોના માલિકોથી લઈને પગારદાર વ્યાવસાયિકો અને વરિષ્ઠ નાગરિકો સુધીના મુખ્ય ગ્રાહક સેગમેન્ટની ચોક્કસ જરૂરિયાતો પર આધારિત અંગત સોલ્યુશનો પૂરાં પાડે છે.
પેન્ટલે ઉમેર્યું હતું કે, “અમારું માનવું છે કે, અમારી પ્રોડક્ટ ઓફરમાં મૂલ્ય સંવર્ધન અને લાભદાયક રિવોર્ડ ગ્રાહકનો અનુભવ એ રીતે વધારશે, જે તેમની પસંદગીની જીવનશૈલીને અનુરૂપ બનાવેલ છે.”