“2024 પહેલા દેશમાં 26 ગ્રીન એકસપ્રેસ વે તૈયાર થઈ જશે”

નવી દિલ્હી, માર્ગ પરિવહન તેમજ રાજમાર્ગ કેન્દ્રીય મંત્રી નીતીન ગડકરીએ રાજયસભામાં જણાવ્યું હતું કે, નવી વ્યવસ્થામાં એટલા અંતરનો ટોલટેકસ લેવામાં આવશે, જેટલું અંતર નકકી થયું હશે. તેમણે એ વાતનો ઈન્કાર કર્યો હતો કે એનએચએઆઈ નાણાકીય સંકટમાંથી પસાર થઈ રહ્યું છે.
ગડકરીએ જણાવ્યું હતું કે, વર્ષ 2024 પહેલા દેશમાં 26 ગ્રીન એકસપ્રેસ વે તૈયાર થઈ જશે ત્યારે ભારત સડકોના મામલામાં અમેરિકાની બરાબર થઈ જશે. આવનારા દિવસોમાં ટોલ ટેકસ વસુલવા માટે ટેકનોલોજીના ઉપયોગ પર જોર દેવામાં આવશે.
કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ટોલ વસુલવા માટે બે વિકલ્પ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. પહેલા, કારોમાં જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવે અને બીજું, આધુનિક નંબર પ્લેટ દરેક વાહનોમાં ઉપયોગ લેવામાં આવે.