2024 સુધીમાં ઇલેક્ટ્રિક ફોર્કલિફ્ટ ઉત્પાદકમાં ગોદરેજ 30 ટકા બજાર હિસ્સો મેળવશે
ઇલેક્ટ્રિક ફોર્કલિફ્ટ બજારમાં એની કામગીરી મજબૂત કરવા ઉત્પાદકતાને વેગ આપતી અને પર્યાવરણને અનુકૂળ નવી યુનો ઇલેક્ટ્રિક ફોર્કલિફ્ટ પ્રસ્તુત કરી
અદ્યતન અર્ગોનોમિક્સ, સલામતીની સંવર્ધિત ખાસિયતો અને કામગીરીની વધારે સ્પીડ નવી યુનો ઇલેક્ટ્રિક ફાર્કલિફ્ટને થ્રૂપુટમાં 30 ટકા વધારો પ્રદાન કરશે
મુંબઈ, ગોદરેજ ગ્રૂપની ફ્લેગશિપ કંપની ગોદરેજ એન્ડ બૉય્સ (જીએન્ડબી)એ આજે જાહેરાત કરી હતી કે, એના બિઝનેસ ગોદરેજ મટિરિયલ હેન્ડલિંગનો ઉદ્દેશ વર્ષ 2024 સુધીમાં કાઉન્ટરબેલેન્સ ઇલેક્ટ્રિક ફોર્કલિફ્ટના 30 ટકા બજારહિસ્સો મેળવવાનો છે, જેની શરૂઆત નવી યુનો ઇલેક્ટ્રિક ફોર્કલિફ્ટ ટ્રક સાથે થઈ છે.
અદ્યતન અર્ગોનોમિક્સ, સંવર્ધિત સલામતી, વિઝિબિલિટીમાં વધારો અને દરેક ચાર્જ પર લાંબા રનટાઇમ સાથે નવી યુનો ઇલેક્ટ્રિક ફોર્કલિફ્ટ 1.5થી 3 ટનની ફોર્કલિફ્ટ કેટેગરીમાં વર્કહોર્સ છે. આ જ ટનેજ કેટેગરીમાં એની કામગીરી ડિઝલ ફોર્કલિફ્ટ જેવી છે. એમાં બે વધારાના લાભ છે – પર્યાવરણ પ્રત્યે અનુકૂળ કામગીરી અને ટકાઉપણું કે મજબૂતી.
ભારતમાં ફોર્કલિફ્ટ માટે બજારમાં લીડર ગોદરેજ મટિરિયલ હેન્ડલિંગ ગ્રીન ટેકનોલોજીઓ અને ઉત્પાદનો પ્રસ્તુત કરવા વર્ષોથી સતત ઇનોવેશન કરે છે. ગોદરેજ એન્ડ બૉય્સે આંતરરાષ્ટ્રીય EP100 પહેલ પ્રત્યે તેની કટિબદ્ધતાના ભાગરૂપે વર્ષ 2030 સુધીમાં તેનું કાર્બનનું ઉત્સર્જન 30 ટકા સુધી ઘટાડવાની અને એની ઊર્જા ઉત્પાદકતા બમણી કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. એને અનુરૂપ કંપની બેટરી પાવરથી ચાલતા એના ઉપકરણની રેન્જ માટે લિ-આયન બેટરીઓ પર પણ કામ કરી રહી છે. જ્યારે લિ-આયન બેટરીઓ વધારે કલાક સુધી કામકાજ કરે છે, ત્યારે રિચાર્જ માટે ઓછી ઊર્જાનો વપરાશ કરે છે.
ઉપરાંત પરંપરાગત એસિડ બેટરીઓથી વિપરીત લિ-આયન બેટરીઓ દરેક તક પર ટૂંકા ગાળા માટે પણ ચાર્જ થઈ શકે છે (જેમ કે લેંચ બ્રેક દરમિયાન), જેમાં બેટરીની લાઇફને અસર થતી નથી. કંપની આગામી 5 વર્ષમાં લિ-આયન બેટરીઓની માગમાં વધારાની ધારણા ધરાવે છે, કારણ કે યુઝર્સને વધારે ફળદાયક બનવા પોતાના ફોર્કલિફ્ટ કાફલાની જરૂર પડશે.
ખાસ ડિઝાઇન કરેલી નવી યુનો ઇલેક્ટ્રિક ફોર્કલિફ્ટ ઇલેક્ટ્રિક ફોર્કલિફ્ટ કેટેગરીને વિવિધ રીતે ફાયદાકારક છેઃ
ઝડપી પ્રવાસ અને લિફ્ટિંગ સ્પીડ સાથે 30 ટકા વધારે થ્રૂપુટ (કલાકદીઠ પેલેટની અવરજવર). ઓપરેટરની સુવિધા માટે ડિઝાઇન કરેલી, કામગીરીના વધારે કલાકો દરમિયાન પણ લાંબા સમય સુધી સરળતાપૂર્વક ચાલે સ્વદેશી ડિઝાઇન ધરાવતી એસી મોટર ટેકનોલોજી સાથે શ્રેષ્ઠ વિશ્વસનિયતા, જે ભારતીય સ્થિતિસંજોગોને અનુરૂપ છે.
જીએન્ડબી ફોર્કલિફ્ટ માટે પોતાની એસી ઇલેક્ટ્રિક મોટર્સ બનાવતી એકમાત્ર ભારતીય કંપની છે. જ્યારે મજબૂત બનાવટ નુકસાનમાંથી સંવેદનશીલ આંતરિક ઘટકોનું રક્ષણ કરે છે, ત્યારે કામ કરવાના વિકટ સંજોગોમાં પાવર આપે છે, ઉષ્ણકટિબંધીય આબોહવામાં પણ સતત કામગીરી, જે શ્રેષ્ઠ ઇલેક્ટ્રોનિક નિયંત્રણ સિસ્ટમથી સક્ષમ છે.
આ લોંચ પર ગોદરેજ મટિરિયલ હેન્ડલિંગના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ અને બિઝનેસ હેડ અનિલ લિંગાયતે કહ્યું હતું કે, “ગોદરેજમાં પર્યાવરણલક્ષી સસ્ટેઇનેબિલિટી અમારા ઉત્પાદનોનું હંમેશા હાર્દ રહ્યું છે. પર્યાવરણને પરત કરવાના અમારા સતત પ્રયાસોમાં અમે નવી યુનો ઇલેક્ટ્રિક ફોર્કલિફ્ટ પ્રસ્તુત કરીને ગ્રીન ફોર્કલિફ્ટની અમારી રેન્જ વધારી છે, જે ઝીરો ઉત્સર્જન ધરાવે છે, ઓપરેટરને અનુકૂળ છે અને અમારા ગ્રાહકોને કારખાનાઓ અને વેરહાઉસમાં મહત્તમ ઉત્પાદન આપે છે.
ગયા વર્ષે રોગચાળાની શરૂઆત થયા પછી અત્યાર સુધી ગ્રાહકની ખરીદીના અભિગમમાં નોંધપાત્ર પરિવર્તન થયું છે અને ગ્રાહકો મોટી સંખ્યામાં ઉત્પાદનોની ઓનલાઇન ખરીદી કરી રહ્યાં છે. એનાથી સતત વૃદ્ધિ કરતા ઇકોમર્સ ઉદ્યોગ અને આવશ્યક ચીજવસ્તુઓ પ્રદાન કરતા ઉદ્યોગોને પ્રોત્સાહન મળ્યું છે.
ઉત્પાદકો અને વિતરકો પણ કામદારોની ખેંચ વચ્ચે તેમની સપ્લાય ચેઇનના ઉત્પાદનને વધારવા સંઘર્ષ કરી રહ્યાં હતાં. આ તમામ પડકારો વચ્ચે પણ સંગઠિત વેરહાઉસિંગ અને લોજિસ્ટિક્સની વૃદ્ધિને વેગ મળવાની શક્યતા છે. ગોદરેજ મટિરિયલ હેન્ડલિંગ તમામ ઔદ્યોગિક ક્ષેત્રોમાં ફોર્ક ટ્રક્સ માટેની માગમાં વધારો જુએ છે.
નવી યુનો ઇલેક્ટ્રિક ફોર્કલિફ્ટ ફૂડ એન્ડ બેવરેજીસ, ફાર્માસ્યુટિકલ્સ, કેમિકલ્સ, ઓટોમોટિવ, પેપર એન્ડ પેકેજિંગ, 3પીએલ, એપ્લાયન્સિસ અને કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સને સૌથી વધુ લાભદાયક છે, ભલે મોટા ભાગની સામગ્રીનું સંચાલન કરવા માટે વિવિધ રીતે કામગીરી કરવાની જરૂર પડે.”