Western Times News

Gujarati News

લોકસભાની ૨૦૨૪ની ચૂંટણીમાં મોદીની “લક્ષ્યવેધી” કે રાહુલ ગાંધીની એકતાલક્ષી રાજનીતિ સફળ થશે?!

“સત્તાધીશોની ‘સત્તા’નો અંત એમની ખુરશી પરથી ઉતરતા આવે છે” – સરદાર પટેલ

તસવીર ભારતની સંસદની છે બીજી તસવીર ભારતની સુપ્રીમકોર્ટની છે સંસદ જે તે કાયદો ઘડવાની સત્તા છે! સરકાર પાસે કાયદાનો અમલ કરવાની સત્તા છે અને સુપ્રીમકોર્ટ ને ઘડાયેલો કાયદો એ બંધારણીય મૂલ્યો અને લોકશાહી સાથે સુસંગત છે કે નહીં તે નક્કી કરવાની સત્તા છે. ( તસવીર સમાચાર ભરત ઠાકોર તથા કરિશ્મા ઠાકોર દ્વારા)

ભાજપે કોઈપણ ભોગે ૨૦૨૪ ની સત્તા હાસલ કરવા માંગે છે?! કેમ?! કોંગ્રેસ અને વિરોધ પક્ષો કોઈ પણ ભોગે દેશમાં એકતા સર્જવા એક થવા માંગે છે કેમ?!

ભારતના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે યથાર્થ જ કહ્યું છે કે “સત્તાધીશોની સત્તાનો અંત એમની ખુશી પરથી ઉતરતા જ આવે છે જ્યારે દેશભક્તોની સત્તા તેમના મૃત્યુ પછી પણ ચાલે છે”!! અમેરિકાના પ્રમુખ થીયોડોર રુજ્વેલ્ટે કહ્યું છે કે “જ્યાં સુધી તમે જીતવા માટે લડતા નથી ત્યાં સુધી તમે મજબૂત ટક્કર આપી શકતા નથી”!!

લોકશાહી રાજ્ય વ્યવસ્થામાં દરેક અભિપ્રાય મહત્વનો અને કામનો છે બ્રિટનમાં ૧૬૭૯ થી લોકશાહીના મૂલ્યોની સ્થાપનાની શરૂઆત થઈ ત્યાર પછી અવનવા કાયદા રચાતા ગયા અને બ્રિટનમાં સંસદીય લોકશાહીની શરૂઆત થઈ બ્રિટનમાં લેખિત બંધારણ નથી પણ બંધારણવાદની ભાવના માંથી સંસદીય લોકશાહી અસ્તિત્વમાં આવી છે

જ્યારે અમેરિકામાં ૧૭૮૯ માં લેખિત બંધારણ અસ્તિત્વમાં આવ્યું અને અમેરિકાની લોકશાહી રાજ્ય વ્યવસ્થા નો વિકાસ થયો પરંતુ બ્રિટન, અમેરિકા, ફ્રાંસ, સ્વીઝરલેન્ડ સહિતના લોકશાહી દેશની પ્રજામાં સ્વાતંત્ર અને માનવ અધિકારની ઊંડી સુજ હોઈ ત્યાંની પ્રજા સમજદારી પૂર્વક “ચેક અને બેલેન્સ” રાખી મતદાન કરે છે એટલે પશ્ચિમના લોકશાહી દેશોમાં નેતાઓ સિદ્ધાંતો પર ચૂંટણી લડે છે.

ભારતને આર્ત્મનિભર ભારત અને વિરોધ પક્ષમુક્ત ભારત સાથે એક સુત્રતાથી રાજનીતિ યુક્ત ભારતના નવતર પ્રયોગ સાથે શ્રી નરેન્દ્રભાઈ મોદી ૨૦૨૪ ની ચૂંટણી ની સફળતા સામે સંભવિત પડકારોની વેતરણી પાર કરશે?!

સ્વેટ મોડર્ન નામના વિચારકે કહ્યું છે કે “આત્મવિશ્વાસ જ અદભુત, અદ્રશ્ય અને અનુપમ શક્તિ છે જેને આધારે તમારા ધ્યેય તરફ આગળ વધો છો તો જ તમારો ‘આત્મા’ છે તે જ તમારો પથદર્શક છે”!! શ્રી નરેન્દ્રભાઈ મોદીને ૨૦૨૪ માં લોકસભાની ચૂંટણી જીતીને હેટ્રિક કરવી છે! અને આ ચૂંટણી જીતવા માટેની રણનીતિ શું છે?

શ્રી નરેન્દ્રભાઈ મોદી જાેડે કામ કર્યું હોય તેના સંપર્કમાં આવ્યા હોય અને તેના સક્રિયતા વાદનું નિરીક્ષણ કર્યું હોય તો એક અનુમાન કરવું સહેલું છે કે શ્રી નરેન્દ્રભાઈ મોદી પાસે આત્મવિશ્વાસ અને અદભુત ર્નિણય શક્તિ સાથે લક્ષ્યવેધી રણનીતિ તેમની રાજકીય સફળતાનું કેન્દ્ર છે! અને આ લક્ષ્યવેધી કરવા માટે કયા સાધનો વાપરવા એ તેમના માટે ગૌણ બની જાય છે!

સફળતા એ લક્ષ હોય છે! ચૂંટણી સમયે એ વિરોધાભાસી સિદ્ધાંતો ધરાવતા લોકોને “એક મંચ” પર લાવે છે અને પ્રચારાત્મક રાજનીતિનું ઘડતર પોતે જાતે કરે છે!

માટે વિશ્વના વિદેશી કુળના નેતાઓનો મુક્ત અને ચતુરાઈથી પ્રચારમાં ઉપયોગ કરી લે છે વેરવિખેર વિરોધ પક્ષોને એક ના થવા દેવાએ ચૂંટણી ની ભાજપની મોટી રણનીતિ હશે! ત્યારે ૨૦૨૪ માં લોકશાહી સમૃદ્ધ થશે કે રાષ્ટ્રવાદી સત્તા મજબૂત થશે એ જાેવાનું રહે છે!

“ભારત જાેડો યાત્રા” એ શ્રી રાહુલ ગાંધીની સફળ રાજનીતિ છે! પરંતુ કોંગ્રેસમાંથી છૂટા પડેલા અને રચાયેલા પક્ષોને જાેડો અથવા ભાજપ સામે “એક મંચ” પર હૃદયની એકતાથી ચૂંટણી જીતો એ રણનીતિની વેતરણી કોંગ્રેસે પાર કરવાનો મોટો પડકાર છે.

મહાત્મા ગાંધીએ કહ્યું છે કે “પરાજયથી સત્યાગ્રહીને નિરાશા થતી નથી પરંતુ કાર્યક્ષમતા અને ઉત્સાહ વધે છે”!! કોંગ્રેસે દેશને આઝાદી અપાવી અને દેશનું બંધારણ રચીને કોઈ નાનું કામ કર્યું નથી મહાત્મા ગાંધી, સરદાર પટેલ, પંડિત જવાહરલ નેહરૂ, ડોક્ટર ભીમરાવ આંબેડકર,

અબુલ કલામ આઝાદે દેશને “કર્તવ્ય ધર્મ”ની બિનસાંપ્રદાયીક રાજનીતિ આપી! માટે કોંગ્રેસના યુવાન અગ્રણી નેતા શ્રી રાહુલ ગાંધી દેશ માટે કઈ રીતે પોતાના વડીલ પંડિત જવાહરલાલ નેહરૂની સંવેદનશીલ રાજનીતિ આગળ ધપાવા માગે છે! પોતાના દાદીની વ્યુહાત્મક રાજનીતિનો વારસો નિભાવવા માગે છે!

અને પોતાના પરિવારમાં શ્રીમતી ઇન્દિરા ગાંધી અને પિતાશ્રી રાજીવ ગાંધીએ આપેલા ભોગને જીવંત રાખવા માંગે છે! તેથી તેમને ભારત જાેડો યાત્રા સફળ બનાવી પણ હવે ૨૦૨૪ ની ચૂંટણી જીતવા માટે શું?!

૨૦૨૪ માં કોંગ્રેસે સફળતા હાસલ કરવી હશે અને વિરોધ પક્ષની તાકાત ઉભી કરવી હશે તો કોંગ્રેસમાંથી છુટા પાડી રચાયેલા રાજકીય પક્ષોને કોંગ્રેસના ધ્વજ હેઠળ લાવવા પડશે! “કટોકટી એ રાજનૈતિક ભૂલ” હતી એવું સ્વીકારનાર શ્રી રાહુલ ગાંધીએ નબળી વ્યક્તિના કહેવાય.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.