Western Times News

Gujarati News

ઇમિગ્રેશન નીતિ આકરી બનતાં ૨૦૨૪માં ૨૦,૨૪૫ વિદ્યાર્થીઓએ આશ્રય માંગ્યો

ભારત સહિતના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને અસર

૨૦૨૫ માં તે વધવાનો અંદાજ છે

કેનેડા વિદેશી વિદ્યાર્થીઓ માટે શરણાર્થીના દરજ્જા માટેના નિયમો કડક બનાવશે

ઓટાવા,કેનેડામાં સરહદ સુરક્ષા વધારવા, ગેરકાયદેસર ફેન્ટાનાઇલના પ્રવાહને રોકવા, મની લોન્ડરિંગ સામે લડવા અને ઇમિગ્રેશન સિસ્ટમને મજબૂત બનાવવા માટે એક નવું બિલ રજૂ કરાયું છે. સ્ટ્રોંગ બોર્ડર્સ એક્ટ નામના આ બિલનો એક મુખ્ય હેતુ શરણાર્થી સિસ્ટમના દુરુપયોગને ડામવાનો છે. આનાથી ભારત સહિતના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે શરણાર્થી તરીકે અરજી કરવાનું મુશ્કેલ બનશે. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ દ્વારા આશ્રય દાવાઓમાં ઉછાળો આવ્યો છે ત્યારે સરકારે આ હિલચાલ કરી છે.આ બિલમાં એવી સંખ્યાબંધ જોગવાઈઓ કરાઈ છે, કે જેનાથી શરણાર્થીઓ તરીકે અરજી કરવાનું આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ બનશે.

જાન્યુઆરીથી સપ્ટેમ્બર ૨૦૨૪ દરમિયાન આશરે ૧૪,૦૦૦ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ શરણાર્થી તરીકે અરજીઓ કરી હતી. આમાંથી ભારતીય નાગરિકોની સંખ્યા આશરે ૨,૩૦૦ હતી.ભારતના ઘણા વિદ્યાર્થીઓ શરણાર્થીનો દાવો કરીને સ્ટુડન્ટ વિઝાને પર્મેનન્ટ રેસિડન્સી (પીઆર)માં ફેરવવાનો પ્રયાસ કરતાં હોય છે. જોકે આવા ખોટા બહાના હેઠળ કરવામાં આવેલા આવા દાવાઓથી દેશનિકાલનું પણ જોખમ ઊભું થાય છે.શરણાર્થીનો દરજ્જો આપવાના વ્યવસ્થાતંત્રની છટકબારીઓને દૂર કરવા માટે આ બિલમાં ઘણી જોગવાઈઓ કરાઈ છે. બિલમાં જણાવાયું છે કે કેનેડા પહોંચ્યા પછી (૨૪ જૂન, ૨૦૨૦ પછી) એક વર્ષથી વધુ સમય પછી કરવામાં આવેલા આવા દાવાઓને ઇમિગ્રેશન અને રેફ્યુજી બોર્ડ (IRB)ને મોકલવામાં આવશે નહીં.

જમીન સરહદો મારફત અમેરિકાથી ગુપ્ત રીતે કેનેડામાં પ્રવેશ્યાના ૧૪ દિવસથી વધુ સમય પછી કરાયેલા આવા દાવાઓને ધ્યાનમાં લેવાશે નહીં. જો અરજદાર કેનેડામાં રહેતા હશે તો જ આવા દાવા અંગેનો નિર્ણય કરાશે. નિષ્ક્રિય કેસોને દૂર કરાશે અને અને સ્વૈચ્છિક દેશનિકાલને ઝડપી બનાવાશે.કેનેડિયન ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ (RCIC)એ જણાવ્યું હતું કે છેતરપિંડીભર્યા દાવાઓને રોકવા અને જાહેર સલામતી સુનિશ્ચિત કરવા માટે આ ખૂબ જ જરૂરી બિલ છે. આ બિલ વિદ્યાર્થીઓ અને ટેમ્પરરી રેસિડન્ટ સહિત તમામને લાગુ પડે છે.ઇમિગ્રેશન નીતિને કડક બનાવવામાં આવ્યા પછી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ દ્વારા આશ્રયના દાવામાં ઉછાળો આવ્યો છે. ૨૦૨૪માં આવા દાવાની સંખ્યા રેકોર્ડ ૨૦,૨૪૫ પહોંચી હતી અને તેમાં ૨૦૨૫માં વધારો થવાનો અંદાજ છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.