શ્રીલીલા માટે ૨૦૨૫નું વર્ષ હાઇ પ્રોફાઈલ ફિલ્મથી ભરચક

મુંબઈ, શ્રીલીલાની કારકિર્દી માટે ૨૦૨૫નું વર્ષ નોંધપાત્ર રહેવાનું છે. એક તરફ તે કાર્તિક આર્યન સાથે બોલિવૂડમાં ડેબ્યુ કરશે, સાથે જ તે તમિલ ઇન્ડસ્ટ્રીમાં પણ ડેબ્યુ કરી રહી છે. તે ઉપરાંત તે લોકપ્રિય પ્રોડક્શન હાઉસ મેડોકની ફિલ્મમાં પણ કામ કરવા જઈ રહી છે.
શ્રીલીલાએ પોતાને ઇન્ડિયાની એક રાઇઝિંગ સ્ટાર તરીકે પ્રસ્થાપિત કરી દીધી છે. ખાસ તો તેના સહજ અભિનય અને ડાન્સથી તેને ઘણી લોકપ્રિયતા મળી છે. સાઉથની ફિલ્મ્સમાં લોકપ્રિયતા મેળવ્યા પછી તે હવે ૨૦૨૫માં સતત વ્યસ્ત રહેવાની છે, તેની પાસે હાલ કેટલાંક હાઇપ્રોફાઇલ પ્રોજેક્ટ છે. ‘પુષ્પા ૨’માં કિસિક ગીતની લોકપ્રિયતા બાદ શ્રીલીલા લોકપ્રિયતા વધી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર શ્રીલીલાનું ૨૦૨૫નું શીડ્યુલ સતત વ્યસ્ત રહેવાનું છે. તે આ વર્ષે તમિલ અને હિન્દી ફિલ્મમાં ડેબ્યુ કરવાની છે. સાથે તે મેડોકની એક ફિલ્મમાં ઇબ્રાહિમ અલી ખાન સાથે કામ કરતી હોવાની પણ ચર્ચા છે. આ રીતે ૨૦૨૫નું વર્ષ શ્રીલીલા માટે મહત્વનું વર્ષ સાબિત થવાનું છે. તે વિવિધ પ્રકારની ફિલ્મમાં કામ કરીને પાન ઈન્ડિયા એક્ટ્રેસ તરીકે ઊભરી રહી છે.SS1MS